Charchapatra

સફાઇ કામદારો સાથે ભેદભાવ ન્યાયી નથી

સુરત સ્વચ્છતા સર્વેક્ષણમાં બીજો ક્રમ હાંસલ કરવા બદલ મ્યુ. અધિકારી ગણ, સિંહફાળો આપનાર સફાઇ કામદારને શ્રેય આપી શકાય. ગત વર્ષે ઇન્ડોર સ્ટેડિયમમાં સફાઇ કામદારને સાંસદ સી.આર. પાટીલ દ્વારા સન્માનિત કરાયા. જેમાં ખાસ કરીને જૈન સમાજના અગ્રણીઓ દ્વારા મિષ્ટાન્ન પેકેટ આપીને ઉમદા કાર્ય કર્યું. દોઢ વર્ષ અગાઉ મ્યુ. કોર્પોરેશનના આરોગ્ય સમિતિના ચેરમેન દર્શિનીબેન કોઠિયા દ્વારા ચેરમેને સફાઇ કામદારના હસ્તે ચેરમેન ઓફિસનો ચાર્જ સંભાળ્યો. હાલમાં પટેલ સમાજના અગ્રણી કાનજીભાઇ ભાલાળા હસ્તે સફાઇ કામ સફાઇ કામદારોનું સન્માન કરવામાં આવ્યું.

પણ એક લેખમાં જણાવ્યા મુજબ સફાઇ કામદારને અમુક વર્ગ ભેદભાવ જેવું વર્તન કરતા હોય છે. જે સારી બાબત ન કહી શકાય. સફાઇ કામદાર સાથે શહેરના નાગરિકોએ સન્માનપૂર્વક વર્તન કરવું જોઇએ. સુરત શહેર માટે વડા પ્રધાન, વિદેશ પ્રધાન જયશંકર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજયપાલ તેમજ અન્ય શહેર તેમજ અન્ય રાજયોના મહાનુભાવો સ્વચ્છતાના વખાણ કરતા હોય તો તેનો ખરો જશ સફાઇ કામદારને ફાળે જાય તે બિરદાવવા લાયક છે. નાના કર્મચારીને  સન્માન આપીને મોરલ ઊંચુ લાવશો તો સુરત પ્રથમ ક્રમે આવતાં કોઇ નહીં રોકી શકે.
સુરત   – નાનુભાઇ ભાણાભાઇ પડાયા       – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top