National

સોશિયલ નેટવર્કિંગ સાઈટ ઉપર દેહ વ્યાપારની દુકાનો, જાણો ક્યાં ક્યાં ફેલાઈ છે આ માયાજાળ

નવી દિલ્હી : ડીઝીટલ દુનિયામાં (Digital World) હવે બધુજ હાઈટેક થૈ ગયું છે. જાણીને નવાઈ લાગશે કે દુનિયાનો સૌથી જૂનો દેહ વ્યાપારની માયાજાળ પણ હવે વિવિધ સોશિયલ નેટવર્કિંગ (Social Network) સાઈડો ઉપર ફેલાઈ ગઈ છે. પહેલા અંધારી કોઠીઓ સુધી ફેલાયેલો આ વ્યવસાય (profession) એટલો મોડર્ન થઇને આગળ વધી ગયો છે. ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા ઉપર આ વ્યવસાય સૌથી મોટું હાથિયાર તરીકે ઉપયોગ કરતુ થઇ ગયું છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ વ્યવસાયનો સૌથી મોટો અડ્ડો ટ્વીટર (Twitter) બની ગયો છે. જી હા આ વાત સાચી છે ટ્વીટરે હવે દેહ વ્યાપારના વ્યવસાયને દેશની સરહદોથી આઝાદ કરી દીધું છે અને હવે આ કામ ઇન્ટરનેશનલ લેવલ સુધી ફેલાય ગયું છે.દુનિયાનો કોઈ પણ ખૂણો આ વ્યવસાયથી હવે બચી શક્યો નથી.

ટ્વિટર પર આ વ્યવસાય કેવી રીતે ચાલે છે? આ વ્યવસાયની મોડસ ઓપરેન્ડી શું છે? જ્યારે અમે આ પ્રશ્નોના જવાબો શોધ્યા ત્યારે અમને ટ્વિટર અને ઈન્ટરનેટની દુનિયામાં દુકાનો સજાવીને બેઠેલી મહિલાઓની પ્રોફાઈલ જોઈ ચોંકાવનારી માહિતી મળી. પહેલા સમજો કે ટ્વિટર પર આ ધંધો કેટલો અને કેટલો ફૂલ્યો-ફાલ્યો છે.

ટ્વીટર ઉપર દેહ વ્યાપારનો ધમધમાટ
દેહ વ્યાપારના વ્યવસાય પર ‘આધુનિક’ યુગનો ટેગ છે. આ કારોબાર હવે આંતરરાષ્ટ્રીય સ્તરે ધમધમાટ રીતે ચાલી રહ્યો છે. આમાં સામેલ મહિલાઓની પોતાની અલગ અલગ માંગો છે પોતાની શરતો છે. ગ્રાહકો ઉચ્ચ વર્ગના છે અને લાખોમાં કમાણી કરે છે. આ બિઝનેસ અમેરિકા, સ્વિટ્ઝર્લેન્ડ, ફ્રાન્સ, સંયુક્ત આરબ અમીરાત અને ભારત સહિત લગભગ દરેક દેશમાં ફેલાયેલો છે. આ જ કારણ છે કે આ વ્યવસાય સાથે જોડાયેલી મહિલાઓ આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રવાસ કરે છે. ઓનલાઈન બિઝનેસ ચલાવી રહી છે. જેમાં ટ્વિટર ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ ભજવી રહ્યું છે અને આ વધુ ચિંતાનો વિષય છે કારણ કે આ એક એવું પ્લેટફોર્મ છે જ્યાં કુમળી વયના બાળકો પણ સરળતાથી પહોંચી શકે છે.

ટ્વીટરના બાયોમાં લીક પણ ઉપલબ્ધ હોઈ છે
દેહ વ્યાપાર કરનાર મહિલાઓએ તેમનું અંગત એકાઉન્ટ બન્વ્યું છે. જેમાંથી ઘણા ખરા એકઉન્ટ વેરિફાઇડ છે. દેહનો વેયાપાર કરનારી મહિલાઓ તેમની પોસ્ટ પણ શેર કરે છે,અને કહે છે તે કેટલા સમય માટે તે દેશ માં રોકાવાની છે તેને બુક કરવી હોઈ તો વેબ સાઈટઉપર જવું પડશે જેની લીક ટ્વીટરના બાયોમાં ઉપલબ્ધ છે. વેબ ઉપર તે મહિલા અને યુવતીઓની સંપૂર્ણ માહિતી ઉપલબ્ધ છે કે તે ક્યાં છે અને ક્યાં મળશે.વગેરે દરેક રીતની માહિતીઓ આપી દીધી છે. ગ્રાહકોએ તેના માટે કેટલી કિંમત ચૂકવવી પડશે અને બીજી કઈ શરતો પૂર્ણ કરવી રહી વગેરે બધુજ..

ડેટિંગ હોય કે પછી કિંમત , દરેક અપડેટ ઓનલાઇન
ટ્વિટર એકાઉન્ટ્સ ઉપર ઉપલબ્ધ સારા-સારા નામો વળી પ્રોફાઈલ અને તેમાંની પોસ્ટ માં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે તે ક્યારે અને ક્યાં સુધી હાજર રહેશે. બાયોમાં આપેલી વેબસાઈટ પર જઈએ ત્યારે સૌથી પહેલા લખવામાં આવે છે કે, ‘હું એપ્રિલ 2023ના અંત સુધી ઉપલબ્ધ નથી’. આગામી મહિનાઓ માટે બુકિંગ સ્વીકારશે વેબસાઈટની પહેલી ત્રણ લાઈનોમાં આ ડીટેલ ઉપલબ્ધ હતી .

Most Popular

To Top