SURAT

સુરતની આ ડાયમંડ મેન્યુફેક્ચરિંગ અને ટ્રેડિંગ કંપનીને ભારતની ફસ્ટ કાર્બન ન્યૂટ્રલ મેન્યુફેક્ચર્સ યુનિટ જાહેર કરાઈ

સુરત: (Surat) સુરતના વસ્તાદેવડી રોડ, કતારગામમાં આવેલી શૈરૂ જેમ્સ ગ્રુપની ડાયમંડ ફેક્ટરીને (Diamond Factory) ભારતની પ્રથમ કાર્બન ન્યૂટ્રલ ડાયમંડ મેન્યુફેક્ચર્સ યુનિટ (Carbon Neutral Diamond Manufactures Unit) જાહેર કરવામાં આવ્યું છે. ડીબિયર્સની સાઇટ હોલ્ડરશિપ ધરાવનાર આ ડાયમંડ કંપની મુંબઇ, હોંગકોંગ અને દુબઇમાં ટ્રેડિંગ ઓફિસ ધરાવે છે. જીજેઇપીસીના પોર્ટલ પર રજૂ થયેલા અહેવાલ મુજબ સિદ્ધાર્થ મહેતાની માલિકીની આ ડાયમંડ મેન્યુફેક્ચરિંગ અને ટ્રેડિંગ કંપનીને ઇન્ડિયાની ફસ્ટ કાર્બન ન્યૂટ્રલ મેન્યુફેક્ચર્સ યુનિટ જાહેર કરવામાં આવ્યું છે. ફેક્ટરીમાં જળવાયુ પરિવર્તન કરવા સાથે શુદ્ધ વાતાવરણ ઊભું કરવામાં આ કંપની સફળ રહી છે.

સૌથી વધુ કાર્બનનું ઉત્પાદન કેમિકલ ઉદ્યોગમાં થાય છે. જ્યારે સૌથી ઓછુ કાર્બનનું ઉત્પાદન હીરા ઉદ્યોગમાં થાય છે. એવી સ્થિતિમાં સુરતની આ કંપનીએ નેચરલ કેપિટલ પાર્ટનર્સ સાથે મળી ફેક્ટરીમાં શુદ્ધ વાતાવરણ ઊભું કરવા અને કાર્બન ઉત્સર્જનને તટસ્થ કરવામાં સફળતા મેળવી છે. નેચરલ કેપિટલ પાર્ટનર્સના રેબેકા ફેએ જણાવ્યું હતું કે, શૈરૂ જેમ્સ ગ્રુપ સાથે જળવાયુ કાર્યવાહીને આગળ વધારવામાં જે સફળતા મળી છે. તેનાથી બંને પક્ષ ખુશ છે. કંપનીનો આ પ્રયાસ કાર્બન તટસ્થતા માટેનું મહત્ત્વ દર્શાવી રહ્યુ છે. જીજેઇપીસીના પોર્ટલના જણાવ્યા મુજબ સિદ્ધાર્થ મહેતાએ કંપનીના કોર્પોરેટ વિચારને 2014થી દર્શાવાનું શરૂ કર્યુ હતુ.

આ કંપની 2016માં દુનિયાની પ્રથમ લીડ ગોલ્ડ ડાયમંડ ફેક્ચરી બનવાની સિદ્ધિ હાંસલ કરી ચૂકી છે. હવે વૈશ્વિક પરિચાલન સાથે કાર્બન તટસ્થતા પણ મેળવી લીધી છે. વિશ્વમાં લો-કાર્બન ગ્લોબલ ઇકોનોમીની થિયરી ચાલી રહી છે, ત્યારે કંપની ટ્રાન્સપોર્ટેશન અને બિઝનેસ ટ્રાવેલમાં કાર્બન નેચરલ ગોલ પૂર્ણ કરવા માટે પ્રયત્નશીલ છે. લક્ઝરી વસ્તુઓ ખરીદનારા ગ્રાહકોમાં પણ પર્યાવરણની જાગૃતિ માટે કંપની પ્રયાસરત છે તેમને પણ જળવાયુ સંરક્ષણ કાર્યવાહી કંપની મદદરૂપ થશે.

સુરતની કંપનીએ સફળ પ્રયાસ કર્યો

હીરા અને ગ્રેફાઇટ બંને શુદ્ધ કાર્બનના સ્ફટિક રૂપ છે. હીરાની ખાણમાંથી મળી આવેલો હીરો સૌથી સખત સ્ફટિક હોય છે. રફ હીરાને પોલિશ્ડ ડાયમંડમાં કાપવા માટે જુદી-જુદી ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે. શુદ્ધ કાર્બનનો સ્ફટિક હીરો પારદર્શી હોય છે. પોલિશિંગ વખતે રજકણો મારફત કાર્બન ઉત્સર્જિત થાય છે. તેને હવે અંકુશમાં લેવા માટે ડાયમંડ ફેક્ટરીઓ જુદાં-જુદાં સંયોજનો રજૂ કરી રહી છે. તેના ભાગ સ્વરૂપે સુરતની કંપનીએ આ સફળ પ્રયાસ કર્યો છે.

Most Popular

To Top