ગાંધીનગર: ધૂળેટીની (Dhuleti) રાત્રે અમદાવાદમાં (Ahmedabad) પીએમ (PM) નરેન્દ્ર મદી બે દિવસીય ગુજરાતની (Gujarat) મુલાકાતે આવી પહોચ્યા હતા. અમદાવાદ એરપોર્ટ પર તેમનું રાજયપાલ આચાર્ય દેવવ્રત , સીએમ ભૂપેન્દ્ર પટેલ તથા પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી આર પાટીલ દ્વારા તેમનું ભાવભીનું સ્વાગત કરાયુ હતું,ત્યાર બાદ પીએમ મોદી સીધા ગાંધીનગર રાજભવન ખાતે હંકારી ગયા હતા.રાજભવન ખાતે પણ રાત્રે પીએમ મોદીનું રાજયપાલ આચાર્ય દેવવ્રતે સ્વાગત કર્યુ હતું.
