ધરમપુર: (Dharampur) ધરમપુર તાલુકાનાં હનમતમાળ જતાં રોડ પર ગનવામનાઈચોડી નજીક બે બાઈકો (Bike) સામસામે ભટકાતાં બે યુવાનોનાં ધટના સ્થળે કમકમાટીભર્યાં મોત નિપજતાં અરેરાટી ફેલાઈ છે. ધરમપુર પોલીસ મથકે (Police Station) અકસ્માત અંગેની ફરિયાદ નોધાઈ છે.
- ધરમપુરના ગનવામનાઈચોડી પાસે બે મોટરસાયકલ સામસામે ભટકાતાં બે યુવાનોનાં મોત
- એક બાઈકનો ચાલક જ્યારે અન્ય બાઈક પર પાછળ બેઠેલા યુવકોનાં મોત, એક બાઈકચાલકને
ધરમપુર તાલુકાના ખાડા ગામનાં ચંદુ બાબલુ કુવર તેનાં મિત્ર લક્ષ્મણ મનજી રાથડ સાથે બાઈક નં જીજે 15 ડીકે 0911 ઉપર ગડી ગામે ગયા હતાં. બપોરે દોઢ વાગ્યાનાં સુમારે પરત ગડીથી ગોરખડા ગામે ધરે આવવાં માટે નિકળતાં ગનવામનાઇ ચોડી ગામના સીમાડા નજીક ધરમપુર હનમતમાળ રોડ પર ધરમપુર આવતા દરમ્યાન સામેથી આવતી સીબીઝેડ બાઈક નં જીજે 15 એએફ 0993 સાથે અકસ્માત થયો હતો.
આ બાઈકચાલક સંજયભાઈ પણજીયા (ઉ. 32 રહે ખાડા ભવાડા) પોતાના કબજાની સીબીઝેડ બાઈક પુરઝડપે ગફલતભરી રીતે હંકારી લાવતાં સામેથી આવી રહેલાં લક્ષમણ મનજી રાથડની બાઈકની સામે ભટકાવી દેતાં લક્ષ્મણ રાથડ નીચે પટકાયો હતો. લક્ષ્મણને પગમાં ગંભીર ઈજા પહોચી હતી જ્યારે બાઈક પાછળ બેસેલા ચંદુ બાબલુ કુવર તથા સામેનાં બાઈક ચાલક સંજયભાઈ પણજીયાને પણ માથાંના ભાગે ગંભીર ઈજા પહોચતાં ધટના સ્થળે બન્ને યુવાનોનાં કમકમાટીભર્યાં મોત નિપજયા હતાં. ધરમપુર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
વઘઈની આશ્રમશાળામાં સર્પદંશ બાદ 12 વર્ષીય વિદ્યાર્થીને સારવારમાં વિલંબ થતાં મોત
સાપુતારા: ડાંગના વઘઈની આશ્રમશાળામાં 12 વર્ષીય વિદ્યાર્થીને સાપ કરડતાં તેનું મોત નીપજ્યું છે. સાપે ડંખ મારતાં તેને વઘઈ સીએચસીમાં ખસેડાયો હતો, પરંતુ તેની હાલત નાજુક હોવાથી તેને આહવા હોસ્પિટલ રીફર કરાયો હતો. સારવારમાં વિલંબ થતાં ઝેર વધુ પ્રસરી જતાં તેનું મોત નીપજ્યું હતું.
પ્રાપ્ત વિગતો અનુસાર પવનભાઈ દિલીપભાઈ વળવી (ઉ.12 રે.ગારખડી બરડાફળિયુ,તા.સુબિર) વઘઇ તાલુકાની આશ્રમશાળા (વાંઝટઆંબા) ઝાવડા હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતો હતો. જેને ગતરોજ હોસ્ટેલમાં ઝેરી સાપ કરડતા તુરંત જ સારવારનાં અર્થે નજીકની વઘઇ સી.એચ.સીમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની હાલત નાજુક જણાતા વધુ સારવાર અર્થે આહવા સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો હતો. પરંતુ આ વિલંબ દરમિયાન આ શરીરમાં વધુ ઝેર પ્રસરી જતાં બાળકનું આહવા સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. બાળકનાં પિતા દિલીપભાઈ વળવીએ ફરીયાદ નોંધાવતા વઘઇ પોલીસની ટીમે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.