દેવોલીના ભટ્ટાચાર્યજીને કોઇ ગોપી મોદી તરીકે ઓળખે તો તે ના નહીં પાડી શકે. સાથ નિભાના સાથિયામા તે પાંચ વર્ષ સુધી ગોપી મોદીનું જ પાત્ર ભજવતી રહેલી અને તે સિરીયલ જ્યારે ફરી શરૂ થઇ તો વળી 3 વર્ષ સુધી એજ પાત્ર આગળ વધાર્યુ. લોકો તેને હવે એજ નામે સંબોધે છે એટલે કોઇ દેવોલીના કહે તો ચમકી જાય છે. એ સિરીયલ જ નહીં બલ્કે અન્ય સિરીયલોમા તે ગોપી મોદી તરીકે આવી છે. એક રીતે જુઓ તો કોઇ અભિનેત્રી માટે એ બહુ સારી વાત પણ કહેવાય. પણ હવે તે બેંગાલ 1947માં આવી રહી છે અને તે તેની એક મહત્ત્વની ફિલ્મ છે. એ ફિલ્મનુ મુખ્ય પાત્ર દેવોલીનાએ જ ભજવ્યું છે. તે ટાઇગર શ્રોફ રાજસ્થાનમાં પણ મુખ્ય ભૂમિકામા આવી રહી છે. 2011મા તે સંવારે સબને સપને… પિત્રોમા ગુરબાની ઢીલ્લોન તરીકે આવી ત્યાંથી તે હવે અહીં સુધી પહોંચી છે.
દેવોલીના આસામી-બંગાળી પરિવારની છે કારણ કે તે છે બંગાળી અને જન્મી છે. આસામમાં જોકે તેની હાયર સ્ટડી દિલ્મીમાં થઇ છે અને હવે મુંબઇમા છે. મતલબ ચાર રાજ્યો સાથે તો તેનો સીધો નાતો રહ્યો છે. દેવોલીનાની ઓળખ ગોપી મોદી તરીકે ઊચી થઇ તે ખરું પણ અત્યાર સુધીમાં કુલ 3 વર્ષ સુધી તે બિગ બોસના ઘરમા રહી આવી છે અને તે કારણે પણ ખૂબ જાણીતી છે. 2022મા તે શાનવાઝ શેખને પરણી ત્યારે પણ ચર્ચામા આવી ગઇ હતી પરંતુ તેને તેનો કોઇ પ્રોબ્લેમ નથી.
તે ખાસ્સા રસ્તાઓ પાર કરી અહીં સુધી પહોંચી છે. આમ તો ભરતનાટ્યમ ડાન્સર છે પણ એક મોટી કંપની માટે તે ફેશન ડિઝાઈનર હતી અને પછી ડાન્સ ઇન્ડિયા ડાન્સ-2મા તે આવી અને ત્યાંથી ટીવી પર ઓળખ બનવી શરૂ થઇ. એકટ્રેસ બનવાનો તેને ખ્યાલ નહોતો પણ સાથ નિભાના સાથિયામાં તે જિઆ માણેકની જગ્યાએ લેવામા આવી અને બસ, પછી દેવોલીનાની લીલા શરૂ થઇ.
વિવાદો તેને ગમે છે અને ગયા વર્ષે જ એવા સમાચાર ફેલાયેલા કે તે ધ કેરાલા સ્ટોરીની હીરોઇન છે પણ પછી ખબર પડી કે એ સમાચાર ખોટા છે. ખેર હવે સાચા સમાચાર આવ્યા છે અને તે બેંગાલ 1947ની મુખ્ય અભિનેત્રી છે. ત્રણેક વેબ સિરીઝમાં કામ કરી ચુકેલી દેવોલીના રાહ જોઇ રહી છે કે લોકો આ ફિલ્મને અને તેના કામને કંઇ રીતે જુએ છે. આ ફિલ્મનુ શીર્ષક આમ તો બેંગાલ 1947 એન અનટોલ્ડ લવ સ્ટોરી છે જે ભાગલા દરમ્યાન સર્જાઇ હતી. મતલબ કે ઐતિહાસિક ભાગલાની પાર્શ્વભૂમિમાં પ્રેમકથા છે. આ ફિલ્મ શબરી કા મોહન નામના નાટક આધારે બની છે અને આ ફિલ્મના નિર્માતા બે વખત નેશનલ એવોર્ડ જીતેલા સતીષ પાંડે છે. દેવોલીના માને છે કે આ ફિલ્મ પ્રેક્ષકોમાં આકર્ષણ જગાડશે. પોતાની પહેલી ફિલ્મ છે એટલે એટલી આશા તો તે રાખે જ જે. •
દેવોલીનાનીલવસ્ટોરી‘બેંગાલ’ સાથે
By
Posted on