દાહોદ: દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ નગરના એક તળાવમાં એક લઘુમતી કોમના વૃધ્ધ વ્યક્તિ તળાવમાં ન્હાવા પડતાં તળાવના ઉંડા પાણીમાં ગરકાવ થઈ જતાં યુવકનું મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે સ્થળ પર લોકટોળા ઉમટી પડ્યાં હતાં. પોલીસે મૃતકની મૃતદેહને તળાવમાંથી બહાર કાઢી નજીકના દવાખાને પીએમ માટે રવાના કરી દીધા હતાં. દેવગઢ બારીઆ નગરના કાપડી વિસ્તારમાં રહેતાં ૬૨ વર્ષીય અબ્દુલ ગની ઉર્ફે કાળુ અબ્દુલ રહેમાન લખારા રાબેતા મુજબ પોતાની સાઈકલ લઈ બજારમાં નીકળ્યાં હતાં અને દેવગઢ બારીઆ નગરમાં આવેલ તળાવમાં સાંજના ૬ વાગ્યાના આસપાસ ન્હાવા પડ્યાં હતાં.
મોડી સાંજ અને રાત્રી સુધી અબ્દુલ ગનીભાઈ પોતાના ઘરે ન આવતાં પરિવારજનો દ્વારા તેમની શોધખોળ આરંભી હતી પરંતુ તેઓ ક્યાંક મળ્યાં ન હતાં ત્યારે દેવગઢ બારીઆ તળાવમાં તપાસ કરતાં અબ્દુલ ગનીભાઈનું મૃતદેહ તળાવમાંથી મળી આવતાં પરિવારજનોમાં માતમ છવાઈ ગયો હતો. ઘટનાને પગલે સ્થળ પર લોકટોળા ઉમટી પડ્યાં હતાં. ઘટનાની જાણ સ્થાનીક પોલીસને કરવામાં આવતાં પોલીસ પણ સ્થળ પર પહોંચી ગઈ હતી અને મૃતકના મૃતદેહને તળાવમાંથી બહાર કાઢી નજીકના દવાખાને પીએમ માટે રવાના કરી દેવામાં આવ્યાં હતાં.આ સંબંધે મૃતક અબ્દુલ ગનીના ભાઈ મહંમદ હનીફ અબ્દુલ રહેમાન લખારાએ દેવગઢ બારીઆ પોલીસ મથકે ફરિયાદ આપતાં આ સંબંધે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.