National

દેવ દિવાળીએ 21 લાખ દીવાઓથી સજ્યા કાશીના ઘાટ, 70 દેશોના રાજદૂતો પહોંચ્યા, કુલ્હડમાં માણ્યો ચાનો સ્વાદ

વારાણસી: (Varanasi) કાશીની (Kashi) દેવ દિવાળીનો (Lamp) ઝગમગાટ જાણે સમગ્ર વિશ્વ જોઈ રહ્યો હોય તેવી સુંદરતા અહીં પથરાઈ છે. વારાણસીમાં અર્ધચંદ્રાકાર ઘાટ પર શણગારવામાં આવેલ દીપમાળા જોવા માટે 70 દેશોના રાજદૂતો કાશી પહોંચ્યા છે. 80થી વધુ ઘાટો પર 21 લાખ દીવા પ્રગટાવવામાં આવ્યા છે. સીએમ યોગી પણ કાશીમાં હાજર છે. 70 દેશોના રાજદૂત અને 15 થી વધુ વિદેશી પ્રતિનિધિઓ પણ ઘાટ પર પહોંચી ગયા છે. વિદેશી મહેમાનોને (Foreign Guests) કુલ્હડમાં ચા પીરસવામાં આવી રહી છે. મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે નમો ઘાટ પર દીપ પ્રગટાવીને વિશ્વ પ્રસિદ્ધ કાશીદેવ દિવાળીનું ઉદ્ઘાટન કર્યું હતું.

કાશીમાં આજે 150 વિદેશી પ્રતિનિધિઓ પણ દેવ દિવાળીના જાહોજલાલીના સાક્ષી બનશે. ઘાટ પર પહોંચતા પહેલા એરપોર્ટ પર મહેમાનોના સ્વાગત માટે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. વિવિધ સ્થળોએ સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા લોક કલાકારોએ મહેમાનોનું સ્વાગત કર્યું હતું. ગંગાના ભવ્ય શણગારને જોવા માટે પ્રવાસીઓ સાંજે દશાશ્વમેધ ઘાટ પર પહોંચી ગયા હતા. વિદેશી પ્રવાસીઓ પણ મોટી સંખ્યામાં અહીં ઘાટના દાદર પર હાજર રહ્યા હતા. તમામ ઘાટના દાદર હાઉસફુલ છે. 21 લાખ દીવડાંની ઝગમગમાં વિદેશી પ્રતિનિધિઓની હાજરીમાં ભવ્ય આરતી અને લેસર શો કરાશે. સીએમ યોગી વિદેશી મહેમાનો સાથે નમો ઘાટ પર મુલાકાત. આ ઘાટ પર સામાન્ય પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ લગાડવામાં આવ્યો છે.

આ તરફ બાબતપુર એરપોર્ટ ઉપરાંત નદેસર અને કેન્ટોનમેન્ટમાં આવેલી હોટલો અને નમો ઘાટ ઉપરાંત તમામ જાહેર ચોક અને રસ્તાઓને ઝાલરોથી શણગારવામાં આવ્યા છે. અલકનંદા ક્રૂઝ લાઇનના ડાયરેક્ટર વિકાસ માલવિયાએ જણાવ્યું હતું કે મહેમાનોને દેવ દિવાળીનો નજારો અને વિવેકાનંદ ક્રૂઝથી ગંગા પાર કરાવતા આતશબાજી પણ બતાવવામાં આવશે. તેમને કુલ્હડમાં ચાટ અને ચા પીરસવામાં આવી છે.

Most Popular

To Top