કેન્દ્ર સરકારના જણાવ્યા મુજબ દેશના મોટા ભાગોમાં કોરોનાની ( corona) મહામારી સ્થિર થઈ રહી છે તેમ છતાં આ ખાસ લહેરમાં આ લડાઇ હજી લાંબી ચાલવાની છે કેમ કે 382 જિલ્લાઓમાં હજી પૉઝિટિવિટી રેટ( positivity rate) 10% કરતા વધારે છે.પત્રકાર પરિષદને સંબોધતા નીતિ આયોગના સભ્ય (આરોગ્ય) વી કે પૌલે જણાવ્યું કે સામાજિક અને આર્થિક પ્રવૃત્તિઓ પર નિયંત્રણો દ્વારા અને કન્ટેનમેન્ટ તેમજ આરોગ્યનાં પગલાં દ્વારા ભારત આ મહામારી પર અત્યાર સુધી કાબૂ મેળવી શક્યો. દેશના મોટા ભાગોમાં સક્રિય કેસો ઘટી રહ્ય છે. પણ અમુક રાજ્યોમાં વધે છે. એટલે એકંદરે મિશ્ર ચિત્ર છે. એકંદરે કેસ બોજો ઘટ્યો છે છતાં આ વેવને હાથ ધરવામાં આપણે હજી લાંબે જવાનું છે અને આપણે એ પણ સુનિશ્ચિત કરવાનું છે કે આ પગલાંમાં કોઇ બેકાળજી ન આવી જાય. સ્થિતિ સુધરતા આપણે એ કાળજી રાખવાની છે કે ટ્રાન્સમિશન ચેન તૂટે.
આરોગ્ય સચિવ અગ્રવાલે કહ્યું કે છેલ્લા 20 દિવસોમાં સક્રિય કેસો ( positive case) માં સતત ઘટાડો થયો છે. દૈનિક ટેસ્ટમાં સતત વધારા છતાં ભારતનો દૈનિક પૉઝિટિવિટી રેટ 10મી મેના રોજ 24.83% જતો તે 22મીએ ઘટીને 12.45% થયો છે.રસીના બગાડ અંગે સરકારે જણાવ્યું કે કોવિશીલ્ડ રસી ( covishield vaccine) નો બગાડ પહેલી માર્ચે 8% હતો એ હવે ઘટીને 1 ટકા અને કોવાક્સિન ( covaxin) નો 17% થી ઘટીને 4% થયો છે.
બીજી બાજુ દિલ્હીમાં રસીની અછતના કારણે 18-44 વય જૂથનું રસીકરણ ( vaccination) અભિયાન શનિવારે અટકી ગયું હતું. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ( cm arvind kejriwal) કહ્યું કે, જો રસીની અછત રહશે તો આ કેટેગરીના લોકોને રસી ( vaccine) આપવામાં 30 મહિનાનો સમય લાગશે.મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ( pm modi) ને પણ પત્ર લખીને તાત્કાલિક ડોઝનો પુરવઠો સુનિશ્ચિત કરવા અને દિલ્હીનો ક્વોટા વધારવા વિનંતી કરી હતી.
દેશમાં રસીની અછતનો સામનો કરવો પડી રહ્યો હોવાથી કેજરીવાલે મોદીને ચાર સૂચનો આપ્યા હતા, જેમાં વિદેશી ઉત્પાદકો પાસેથી રસી ખરીદવી અને ભારતમાં રસીના ઉત્પાદન માટે અન્ય કંપનીઓને આમંત્રણ આપવું શામેલ છે.કેજરીવાલે જણાવ્યું હતું કે, દિલ્હીના લોકોને ત્રણ મહિનામાં રસી આપવા માટે દર મહિને 80 લાખ ડોઝની જરૂર હોય છે. પરંતુ, મે મહિનામાં દિલ્હીને માત્ર 16 લાખ ડોઝ જ મળ્યા હતા. તેમજ કેન્દ્રએ જૂન મહિનામાં દિલ્હીનો ક્વોટા ઘટાડીને 8 લાખ ડોઝ કર્યો છે.