નડિયાદ: નડિયાદમાં રહેતા દિલીપભાઈ મંત્રીનો ૧૨ વર્ષિય પુત્ર પ્રિન્સ જન્મથી ઓસ્ટીઓજીનેસીસ ઈમ્પર્ફેક્ટા નામની બિમારીથી પીડાય છે. આ જેનેટિક બીમારીના કારણે નાનપણથી જ હાડકાનો યોગ્ય વિકાસ ન થવાના કારણે પ્રિન્સ રોજિંદી ક્રિયાઓ જાતે કરવા સક્ષમ નથી. જેથી નડિયાદ ખાતે આવેલ પી. ડી. પટેલ આયુર્વેદ હોસ્પિટલમાં પ્રિન્સ મંત્રીની હાલ સારવાર ચાલી રહી છે. નડિયાદમાં રવિવારના રોજ આવેલાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે પી ડી પટેલ આયુર્વેદ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. જ્યાં તેઓ જીનેટીક બિમારીની સારવાર લઈ રહેલાં પ્રિન્સ મંત્રીને મળ્યાં હતાં. તે વખતે પ્રિન્સ મંત્રીએ મુખ્યમંત્રી સમક્ષ ગીતાના શ્લોકનું પઠન કર્યું હતું. તે સાંભળી મુખ્યમંત્રી પ્રભાવિત થયા હતા. આવી ગંભીર પ્રકારની પીડાથી ગ્રસ્ત બાળકની આત્મબળ અને દ્રઢ વિશ્વાસ નીહાળી મુખ્યમંત્રી અચંબામાં મુકાઇ ગયા હતા. તેમણે પ્રિન્સના માતાને મળી સધિયારો આપવાની સાથે પ્રિન્સની ગીતાજી પ્રત્યે રુચિને બિરદાવી હતી. તેમજ પ્રિન્સના રોગ વિશે તબીબો પાસેથી જાણકારી પણ મેળવી હતી. સાથોસાથ તેના ઉપચાર સંદર્ભે પણ ડોક્ટર ટીમ સાથે ચર્ચા કરી હતી.
અસાધ્ય બિમારી છતાં પ્રિન્સે ગીતા કંઠસ્થ કરી
By
Posted on