અમેરિકાના (AMERICA) વોશિંગ્ટન ડીસીમાં ખાલિસ્તાનના સમર્થકોએ કૃષિ કાયદાઓનો વિરોધ કરવાના નામે ફરી એકવાર ભારતીય દૂતાવાસની બહાર દેખાવો કર્યા. ખાલિસ્તાન (KHALISTAN) ના સમર્થકોએ પ્રજાસત્તાક દિન (REPUBLUC DAY) નિમિત્તે ભારતમાં સરકાર દ્વારા લાગુ કરાયેલા કૃષિ કાયદાઓ ( FARMERS BILL ) પરત ખેંચવાની માંગ પણ કરી હતી.
વિરોધીઓ તેમના હાથમાં ખાલીસ્તાનના ધ્વજ લહેરાવી રહ્યા હતા. આ અગાઉ પણ દૂતાવાસની બહાર પણ આવા જ દેખાવો કરવામાં આવ્યા છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં વિરોધીઓએ દૂતાવાસની બહાર ખાલિસ્તાની ધ્વજ લહેરાવીને ગાંધીજીની પ્રતિમાને પણ નુકશાન કર્યું હતું.
કૃષિ કાયદાને લઈને દેશમાં હાલત ગંભીર છે. લગભગ 50 દિવસથી દિલ્હીમાં ખેડુતો વિરોધ કરી રહ્યા છે. 26 જાન્યુઆરીએ ખેડૂતોની ટ્રેક્ટર પરેડમાં ભીષણ હિંસા થઈ હતી. બદમાશોએ દિલ્હીમાં અલગ અલગ સ્થળોએ હિંસા કરી હતી અને લાલ કિલ્લા પર ધાર્મિક ધ્વજ પણ લહેરાવ્યો હતો.
કેન્દ્રના ત્રણ કૃષિ કાયદા સામે મંગળવારે રાષ્ટ્રીય પાટનગરમાં ખેડૂતોની ટ્રેક્ટર પરેડ દરમિયાન હિંસા, તોડફોડ અને અન્ય અનિચ્છનીય ઘટનાઓએ સમગ્ર દેશને હચમચાવી મૂક્યો છે. હવે સવાલ ઉભો થાય છે કે તેમને રેલી કાઢવાની મંજૂરી કેમ આપવામાં આવી?
અમેરિકામાં દેખાવો કરવાની સાથે ખેડૂતોએ દિલ્હીમાં તમામ સીમાઓ ઓળંગી હતી. પ્રજાસત્તાક દિન નિમિત્તે ટ્રેક્ટર પરેડમાં માત્ર ટ્રેક્ટર જ નહીં પરંતુ તમામ પ્રકારના સાધનોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.જેને ખેડુતોએ તેમની માંગણીઓની તરફેણમાં પોતાની શક્તિ બતાવવા માટે ઉપયોગ કર્યા હતા. આમાં ઘોડાઓથી લઈને સાયકલ, બાઇકો, થ્રી વ્હીલ ઓટો, તમામ પ્રકારની કાર, બસો, ટ્રક અને જેસીબી જેવા ભારે મશીન પણ સામેલ હતાં.
પંજાબના હોશિયારપુરનો વતની 36 વર્ષીય નિહાલ સિંહ કહે છે કે તે પોતાના મિત્રો સાથે પગપાળા સિંઘુ બોર્ડર પર આવ્યો હતો અને દિલ્હી જવા પણ ઇચ્છતો હતો, પરંતુ થાકને કારણે તેણે આખો દિવસ એક ઓટો ભાડે લઈ લીધી હતી.
ચારે મિત્રોએ એક દિવસ માટે ઓટો ડ્રાઈવરને રૂ .2,500 આપ્યા અને તેની સાથે ભોજન પણ લીધું હતું. પોતાના માતાપિતાને ઘરે મૂકીને, ફરીદકોટનાં બે સગા ભાઈ સુખદેવસિંહ અને ધરમિંદર સિંહ એક અઠવાડિયા પહેલાં આવ્યા છે.
ધરમમિન્દરે કહ્યું, પપ્પા ઇચ્છતા ન હતા કે અમે મોડા પહોંચીએ. સાચો શીખ કદી પણ તેની ફરજ પરથી પીછેહઠ કરતો નથી.બંનેએ ઇ-રિક્ષા ચલાવતા ટ્રેક્ટર પરેડમાં ભાગ લીધો. 23 વર્ષીય સુખદેવ કહે છે, “ઇ-રિક્ષાઓ જે એનજીઓ સાથે કામ કરીએ છીએ તેમની છે. જે લોકો ચાલીને થાકી ગયા છે અમે તેમને રાહત આપીએ છે. ‘