Vadodara

ઉનાળું વેકેશન પહેલા સ્વિમિંગ પુલ શરૂ કરવા માગ

વડોદરા : વડોદરા શહેરના વાઘોડીયા રોડ ખાતે રાજીવ ગાંધી સ્વિમિંગપુલ કોરોના કાળ સમયના પહેલેથી બંધ હાલતમાં છે. 2014-15માં 30 લાખથી મેન્ટેનન્સની કામગીરી કર્યા બાદ હજુ સુધી કામ સ્વીમીંગ પૂલ ચાલુ કરવામાં આવ્યો નથી. ત્યારે વિપક્ષી નેતા એ રાજીવ ગાંધી સ્વિમિંગપુલ ની મુલાકાત લીધી હતી. ત્યારે અગાઉથી જ સ્ટેન્ડિંગ ના ચેરમેન ઉપસ્થિત રહ્યા હતા .જોકે રાજીવ ગાંધી અને સરદાર બાગ સ્વિમિંગ પૂલ તાત્કાલિક ધોરણે ચાલુ કરવામાં આવે તેવી વિપક્ષી નેતાએ માગ કરી છે

વડોદરા શહેરના બે સ્વિમિંગ પૂલ રાજીવ ગાંધી સ્વિમિંગપુલ અને સરદાર બાગ સ્વીમિંગ પૂલ વર્ષોથી મેન્ટેનન્સ ના નામે બંધ પડ્યા છે. વર્ષ ૨૦૧૯માં હાઇકોર્ટ દ્વારા પર તાત્કાલિક ધોરણે સ્વીમીંગ પુલ ચાલુ કરવાનો નિર્દેશ કરાયો હોવા છતાં પણ હાઈકોર્ટ ના આદેશ નું પણ પાલિકાના સત્તાધીશો દ્વારા અનાદર કરવામાં આવી રહ્યો છે. જેની પાછળ લાખો રૂપિયાનું આંધણ થઈ ગયું આમ છતાં હજી સુધી કાર્યરત ન થતા વિસ્તારના રહીશોને તેનો લાભ મળતો નથી.ત્યારે છેલ્લા ચાર વર્ષ ઉપરાંત સમયથી બંધ પડેલ રાજીવ ગાંધી સ્વિમિંગપુલ ની મુલાકાતે વિપક્ષી નેતા અમી રાવત પહોંચ્યા હતા. પરંતુ તેમના આગમન પૂર્વે જ સ્થાયી સમિતિના ચેરમેન ડો હિતેન્દ્ર પટેલ આવી પહોંચ્યા હતા. જ્યાં બંને વચ્ચે પૂલની સ્થિતિને લઇને ચર્ચા પણ થઇ હતી. છેલ્લા બે વર્ષના કોરોના કાળ દરમિયાન મેન્ટેનન્સની કરવાની તક મળેલ હતી. પરંતુ કોર્પોરેશનના અધિકારીઓને ઘોર બેદરકારી અને ચૂંટાયેલી પાંખને નિષ્કાળજીના પરીણામે હવે જ્યારે કોરોના તમામ પ્રતિબંધો દૂર થયા છે ત્યારે પણ આ સેવાનો લાભ નાગરિક લઇ શકતા નથી.

નિષ્ણાતના અભાવે કામગીરી વિલંબમાં
વાઘોડિયા રોડ ખાતે રાજીવગાધી સ્વીમીંગ પુલની મુલાકાત લેવામાં આવી. નિષ્ણાતના અભાવે સ્વિમિંગ પૂલની કામગીરી વિલંબમાં પડી હોવાના આક્ષેપ તેમણે કર્યા. કોરોના કાળ માં.બાળકો અને નાગરિકો તેનો લાભ લઈ શક્યા નથી. હવે ઉનાળાની શરૂઆત થવા આવી છે ત્યારે સ્વિમિંગ પૂલ પૂર્ણ કાર્ય થાય નાગરિકોને ઉનાળામાં ગરમીથી રાહત સાથે આનંદ મળી રહે તે બાબતે ધ્યાન રાખીને જલદીમાં જલદી સ્વીમીંગ પુલ ચાલુ કરો જોઈએ. – અમિ રાવત, કોંગ્રેસના નેતા

મેન્ટેનન્સની કામગીરી માટે સૂચના અપાઈ
ઇજારદારને સાફ-સફાઈ અને મેન્ટેનન્સની કામગીરી કરવાની સુચના આપી દેવામાં આવી છે .ટેકનિકલ ખામીના કારણે સ્વીમિંગપુલના મેન્ટેનન્સ માં વિલંબ થયો છે. જોકે પંદર દિવસમાં સ્વીમીંગ પુલ કાર્યરત થઈ જશે. જોકે સરદાર બાગ નો સ્વિમિંગપુલ એક મહિનાની અંદર એની મેન્ટેનન્સની કામગીરી પૂર્ણ કરવામાં આવશે ત્યારબાદ તેનો વિસ્તાર ના લોકો લાભ લઈ શકશે. – ડો.હિતેન્દ્ર પટેલ, સ્થાયી ચેરમેન

Most Popular

To Top