ઉમરેઠ પાલિકામાં સત્તારૂઢ તત્કાલીન પ્રમુખ રમેશભાઇ તળપદાના શાસનકાળ દરમિયાન કાઉન્સિલરોના નામે મોટી રકમનો વ્યવહાર થયો હોવાનો આક્ષેપ કરીને ચીફ ઓફિસર સમક્ષ લેખિત રજૂઆત ધ્વારા તપાસની માંગ કરવામાં આવી છે. કાઉન્સિલરોના નામે કથિત રકમની વસુલાત કરવામાં આવી હોવાનું સ્પષ્ટ તપાસની માંગ કરાતાં ખળભળાટ મચી ગયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ઉમરેઠ પાલિકામાં રમેશભાઈ બચુભાઈ તળપદાએ કાર્યકારી પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. તેઓએ પોતાના વહીવટકાળ દરમ્યાન વિકાસ કામોમાં તેમજ બાંધકામ પરવાનગીમાં કોન્ટ્રાક્ટરોને બાનમાં લઈને અને કમીશનની રકમ વસૂલ કરી હોવાનું કાઉન્સિલર ઝરીનાબેન મયુદીન ચૌહાણ ધ્વારા જણાવાયું છે. રજુઆત કરનાર કાઉન્સિલર ધ્વારા વધુમાં જણાવાયું છે કે છ સભ્યોના વહીવટના નામે નાણાં ઉઘરાવી અમોને બદનામ કરી માતબર રકમની કટકી કરી હોવાનું અમોને લોક ચર્ચાના માધ્યમથી અમોને જાણવા મળેલ છે.
કાર્યકારી પ્રમુખ દ્વારા લેવાયેલ નાણાં બાબતે સ્પષ્ટતા કરતાં વોર્ડ 7ના કાઉન્સિલરે જણાવ્યું હતું કે તેવા કોઈ નાણાં અમો એ રમેશભાઈ પાસેથી માગેલ કે લીધેલ નથી તેમ છતાં જાહેર બદનામ કરવાના હેતુથી અમારા નામે પૈસાનો વહીવટ થયો હોવાનું અમારી જાણમાં આવેલ છે. તે અંગે યોગ્ય તપાસ કરવા માટે ચીફ ઓફિસર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.
કાઉન્સિલરોના નામે ક્યા કોન્ટ્રાક્ટર પાસેથી કેટલી રકમ લીધેલ છે. તે બાબતે પણ તપાસ કરીને ન્યાય અપાવવા માંગ કરવામાં આવી છે.
ઉમરેઠમાં તત્કાલીન પાલિકા પ્રમુખ સામે તપાસની માંગ
By
Posted on