National

મેદાન ગઢીના તળાવમાં આફતાબે શ્રદ્ધાનું માથું ફેંક્યું હતું, પોલીસે તળાવ ખાલી કરાવવાનું શરૂ કર્યું

નવી દિલ્હી: (New Delhi) શ્રદ્ધા વાકર હત્યા કેસની (Shradhha murder case) તપાસ કરી રહેલી દિલ્હી પોલીસને (Delhi Police) આરોપી આફતાબ પૂનાવાલાની (Aftab Punawala) પૂછપરછ દરમિયાન કેટલીક મહત્વપૂર્ણ માહિતી મળી છે. તેને જોતા રવિવારે પોલીસ દક્ષિણ દિલ્હીના મેદાન ગઢીમાં સ્થિત એક તળાવને ખાલી કરાવી રહી છે. સૂત્રોનું માનીએ તો આફતાબે આ તળાવમાં શ્રદ્ધાનું માથું નાખી દીધું હતું. મહાનગરપાલિકાની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને તળાવનું પાણી કાઢવાની કામગીરીમાં લાગેલી છે. આ તળાવ (Lake) ઊંડું છે, તેને ખાલી કરવું સહેલું નથી. બીજી તરફ દિલ્હી પોલીસ મુંબઈમાં પણ કડીઓ શોધવા માટે તપાસ કરી રહી છે. આ દરમિયાન આફતાબના પરિવારનો હજુ સુધી કોઈ પત્તો લાગ્યો નથી. ફોન પણ બંધ આવી રહ્યા છે.

દિલ્હી પોલીસ કોર્પોરેશન કર્મચારીઓ સાથે તળાવ ખાલી કરાવવામાં વ્યસ્ત
આફતાબના ગુનાનો પર્દાફાશ કરવા માટે દિલ્હી પોલીસ દિવસ-રાત તપાસમાં લાગી છે. રવિવારે દિલ્હી પોલીસ મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ સાથે તળાવ ખાલી કરાવવામાં લાગી ગઈ હતી. કારણ કે પોલીસને એવી નક્કર માહિતી મળી છે કે આરોપીઓએ દિલ્હીના છતરપુર એન્ક્લેવ સ્થિત આ તળાવમાં શ્રદ્ધાનું માથું ફેંક્યું હતું. ઘણા લોકોની ટીમો તેને ખાલી કરવા માટે મશીનરી સાથે વ્યસ્ત છે. સ્થળ પર પાણી બહાર કાઢવા માટે મોટા મશીનો લગાવવામાં આવ્યા છે.

આ પહેલા શનિવારે સવારે દિલ્હી પોલીસની એક ટીમ આરોપી આફતાબ અમીન પૂનાવાલાને લઈને મેટલ ડિટેક્ટર લઈને ગુરુગ્રામ ગઈ હતી. પોલીસે કેટલાક કલાકો સુધી DLF ફેઝ-2ના ખાલી પ્લોટ અને જંગલોની શોધખોળ કરી હતી. પોલીસને શંકા છે કે આફતાબે ગુનામાં વપરાયેલ હથિયાર અહીં સંતાડી દીધું છે પરંતુ પોલીસને સફળતા ન મળતાં બપોર બાદ ખાલી હાથે પરત ફરવું પડ્યું હતું.

આફતાબ વારંવાર નિવેદન બદલી રહ્યો છે
આફતાબે પોલીસની સામે પોતાનો ગુનો કબૂલ કર્યો છે કે તેણે શ્રદ્ધાની હત્યા કરી હતી અને તેના શરીરના 35 ટુકડા કરી નાખ્યા હતા. પછી તેને પોતાના 300 લિટરના ફ્રીજમાં રાખ્યો. પછી ઘણા દિવસો સુધી તે શ્રદ્ધાના મૃત શરીરના ટુકડા નાખતો રહ્યો. જો કે તે વારંવાર પોતાનું નિવેદન બદલી રહ્યો છે. દરમિયાન પુરાવા શોધવા માટે દિલ્હી પોલીસ ઘણા રાજ્યોમાં તપાસ કરી રહી છે.

આ કેસની તપાસ કરી રહેલા એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે જંગલ છતરપુર પહાડી વિસ્તારની ખૂબ જ નજીક હોવાથી એવી શક્યતા વધુ છે કે આફતાબે શ્રદ્ધાની હત્યા કર્યા બાદ તેના શરીરના મોટા ભાગના અંગો મેહરૌલીના જંગલમાં ફેંકી દીધા છે. આ કારણોસર પોલીસનું ફોકસ મહેરૌલી વિસ્તારમાં વધુ છે. શનિવારે સવારે 20-25 જવાનોની ટીમ મેહરૌલીના જંગલોમાં ગઈ અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતુ પરંતુ ત્યાં પણ પોલીસને કંઈ મળ્યું ન હતુ.

Most Popular

To Top