National

દિલ્હીમાં ત્રણેય મ્યુનિસિપલ કોર્પોરેશન એક થશે, કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં નિર્ણય

નવી દિલ્હી: મંગળવારે મોદી કેબિનેટે (Modi cabinet) દિલ્હીના (Delhi) ત્રણ કોર્પોરેશનના વિલીનીકરણના નિર્ણયને મંજૂરી આપી દીધી છે. 2012માં મ્યુનિસિપલ કોર્પોરેશનની (Municipal corporation) ચૂંટણી પહેલા દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનને ત્રણ ભાગમાં વહેંચવામાં આવી હતી. હવે દિલ્હીમાં ત્રણને બદલે એક જ મેયર (Mayor) રહેશે. આ ઉપરાંત ઉત્તર, દક્ષિણ અને પૂર્વ મહાનગરપાલિકાની જગ્યાએ એક જ મહાનગરપાલિકા રહેશે. તે ત્રણ કોર્પોરેશનો દક્ષિણ MCD, ઉત્તર મ્યુનિસિપલ કોર્પોરેશન અને પૂર્વ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વહેંચાયેલું હતું.

2012 પહેલા માત્ર એક જ મ્યુનિસિપલ કોર્પોરેશન હતી
લગભગ 9 વર્ષ પહેલા દિલ્હીમાં માત્ર એક જ મ્યુનિસિપલ કોર્પોરેશન હતું. જો કે વર્ષ 2012માં નગરપાલિકા ચૂંટણી પહેલા દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનને ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યું હતું. તે વખતે એવી રજૂઆત કરવામાં આવી હતી કે આમ કરવાથી મહાનગરપાલિકાની કામગીરીમાં સુધારો થશે અને તેઓ અસરકારક રીતે પ્રજાની સેવા કરી શકશે. પરંતુ મહાનગરપાલિકાનું વિભાજન થયા બાદ મહાનગરપાલિકાઓની કામગીરીમાં કોઈ ખાસ સુધારો જોવા મળ્યો નહિ. તેની વિપરીત અસર જોવા મળી છે. મહાનગરપાલિકાઓ એટલી બધી આર્થિક સંકટમાં ફસાઈ ગઈ કે કર્મચારીઓને પગાર ચૂકવવો મુશ્કેલ બન્યો છે. જેના કારણે કોર્પોરેશનના કર્મચારીઓને અનેક વખત હડતાળ પર પણ જવું પડ્યું હતું.

ભાજપના નેતાઓએ કેન્દ્રને વિનંતી કરી હતી
મળતી માહિતી મુજબ ભાજપના નેતાઓએ કેન્દ્ર સરકારને આગ્રહ કર્યો હતો કે તેઓ દિલ્હી સરકાર પાસેથી નગર નિગમને સંપૂર્ણપણે મુક્ત કરે. તેમજ તે કાં તો ત્રણેય મ્યુનિસિપલ કોર્પોરેશન રાખે અથવા ત્રણેયનુ વિલીનીકરણ કરી એક જ મ્યુનિસિપલ કોર્પોરેશનની રચના કરે. કારણ કે દિલ્હી સરકારને DMC એક્ટની કેટલીક કલમો હેઠળ કાર્યવાહી કરવાનો અધિકાર મળ્યો છે. જેના કારણે તે ત્રણેય મહાનગરપાલિકાઓને એકીકૃત મહાનગરપાલિકાની જેમ સતત હેરાન કરી રહી છે.

દિલ્હીની શીલા દીક્ષિત સરકારે મ્યુનિસિપલ કોર્પોરેશનને સંપૂર્ણ રીતે પોતાના કબજામાં લેવાના પ્રયાસ કર્યો હતો. તેના પરિણામરૂપે વર્ષ 2009માં કેન્દ્ર સરકારને ડીએમસી એક્ટની 23 કલમો કેન્દ્રીય ગૃહ મંત્રાલય પાસેથી લેવાનો પ્રસ્તાવ મોકલ્યો હતો. પરંતુ કેન્દ્રે તેને 17 કલમો આપી હતી. તેમને ફક્ત વિભાગોનો અધિકાર આપવામાં આવ્યો હતો અને તેમાંથી 12 વિભાગો તેમને સંપૂર્ણ રીતે આપવામાં આવ્યા હતા. જ્યારે તેમને પાંચ વિભાગો હેઠળ કેન્દ્ર સરકારને ભલામણ કરવાનો અધિકાર આપવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં નગરપાલિકાની ચૂંટણી 18 મે પહેલા પૂર્ણ થવાની છે. આ ઉપરાંત રાજ્ય ચૂંટણી પંચને પણ ચૂંટણીની તૈયારીઓ માટે સમયની જરૂર પડશે. આવી સ્થિતિમાં હવે કેન્દ્ર ટૂંક સમયમાં આ પ્રસ્તાવને સંસદ દ્વારા મંજૂર કરાવવા માંગે છે. જેથી વહેલી તકે ચૂંટણીની તારીખો જાહેર કરી શકાય.

Most Popular

To Top