નવી દિલ્હીઃ (New Delhi) રાજધાની દિલ્હીના ઈન્દ્રલોક વિસ્તારમાં આજે રસ્તા પર નમાઝને (Namaz) લઈને ભારે હોબાળો થઈ રહ્યો છે. પોલીસકર્મીએ (Police) નમાઝ પઢતા અટકાવતા નમાઝીઓને લાત મારવાની ઘટનાથી લોકો ગુસ્સે થયા હતા. રોષે ભરાયેલા લોકોએ ઈન્દ્રલોક પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો. આ પછી વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ આ મામલામાં દરમિયાનગીરી કરી અને સંબંધિત પોલીસકર્મીને સસ્પેન્ડ કરી દીધો છે.
ઉત્તર જિલ્લાના સરાય રોહિલ્લા પોલીસ સ્ટેશન હેઠળ રસ્તા પર નમાઝ અદા કરી રહેલા લોકો સાથે અભદ્ર વર્તનનો મામલો સામે આવ્યો છે. એક પોલીસકર્મીએ નમાઝીઓ સાથે ગેરવર્તન કર્યું જ્યારે તેઓ નમાઝ અદા કરી રહ્યા હતા. રસ્તા પર નમાજ પઢતા નમાઝીને પોલીસકર્મીએ લાત મારી હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયો વાયરલ થયા બાદ એક ખાસ સમુદાયના લોકોએ ઈન્દ્રલોકમાં હંગામો મચાવ્યો હતો અને પોલીસ ચોકીને ઘેરી લીધી હતી. મામલો સામે આવ્યા બાદ ચોકીના ઈન્ચાર્જને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
પોલિસે લોકોને રસ્તા પર નમાઝ અદા કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. દરમિયાન પોલીસકર્મીએ નમાઝીઓને લાત મારવાની ઘટના પ્રકાશમાં આવ્યા પછી લોકો રોષે ભરાયા હતા અને પોલીસકર્મી સામે કાર્યવાહીની માંગ સાથે પોલીસ સ્ટેશનનો ઘેરાવો કર્યો હતો. વધી રહેલા હંગામાને જોઈને વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ ચાર્જ સંભાળ્યો હતો અને સંબંધિત પોલીસકર્મી સામે કાર્યવાહી કરવામાં આવી હતી. ઉત્તર જિલ્લાના ડીસીપી નોઝ કુમાર મીનાએ જણાવ્યું કે ઈન્દ્રલોકમાં બનેલી ઘટનાના વીડિયોમાં દેખાતા પોલીસ ચોકીના ઈન્ચાર્જને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જરૂરી શિસ્તબદ્ધ પગલાં પણ લેવામાં આવ્યા છે.