National

દિલ્હીમાં યુવકે ફ્રેન્ડશીપ કેમ તોડી કહી યુવતીને ચપ્પુ ઝીંકી દીધું, ક્રૂરતાનો વીડિયો આવ્યો સામે

નવી દિલ્હી: દિલ્હીમાં (Delhi) એક યુવકે તેની યુવતી મિત્ર (Friend) પર અનેકવાર છરીથી (knife) વાર કર્યા (Attack) હોવાની એક ઘટના સામે આવી છે. આ ઘટના સીસીટીવી (CCTV) કેમેરેમાં કેદ થઈ ગઈ હતી. કહેવામાં આવી રહ્યું છે કે યુવતીએ યુવક સાથે ફ્રેન્ડશીપ તોડી નાખતા યુવક ગુસ્સે ભરાયો હતો અને તેની પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. હાલ આ યુવતીને હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ઘટના બન્યા બાદ યુવકની ધરપકડ કરી લેવામાં આવી છે. દિલ્હીમાં યુવકે ફ્રેન્ડશીપ કેમ તોડી કહી યુવતીને ચપ્પુ ઝીંકી દીધું

મળતી માહિતી અનુસાર દિલ્હીના આદર્શ નગર વિસ્તારમાં એક સનકી યુવકે મિત્રતા તોડવા બદલ એક યુવતી પર અનેકોવાર છરીના ઘા ઝીંકી દીધા હતા. આ ઘટના સોમવારે બપોરે 1:00 વાગ્યાની આસપાસ બની હતી. આ ઘટનામાં ઘાયલ યુવતીને બાબુ જગજીવન રામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ યુવતીની ઉંમર 21 વર્ષ છે. યુવતી તેના પરિવાર સાથે પાર્ક એક્સટેન્શન વિસ્તારમાં રહે છે. અ્ને તે BA નો અભ્યાસ કરે છે. દિલ્હીના આદર્શ નગરમાં મિત્રતા તોડવા બદલ યુવકે યુવતી પર છરીના ઘા ઝીંકી દીધા હતા. આ સનસનીખેજ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. પીડિતાને ગરદન, પેટ અને હાથ પર ઈજાઓ થઈ છે. પીડિતાની સારવાર વરિષ્ઠ ડોક્ટરોના નેતૃત્વમાં ચાલી રહી છે.

યુવકે ફ્રેન્ડશીપ કેમ તોડી કહી ચપ્પુ ઝીંકી દીધું
2 જાન્યુઆરીએ આદર્શ નગર વિસ્તારમાં 22 વર્ષીય સુખવિંદરને યુવતીની હત્યા કરવાની કોશિશ કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. 21 વર્ષીય પીડિતા તેના પરિવાર સાથે પાર્ક એક્સટેન્શન વિસ્તારમાં રહે છે. યુવતી અને સુખવિંદર બંને મિત્રો હતા. પીડિતા અને આરોપી સુખવિંદર વચ્ચે પાંચ વર્ષ પહેલા મિત્રતા થઈ હતી. બાદમાં બંને વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી. તી. પરિવારને આરોપી પસંદ ન હતો. એટલા માટે પીડિતાએ ધીમે ધીમે તેનાથી અંતર બનાવવાનું શરૂ કર્યું. તેણી આરોપી સાથે વાત કરતી ન હતી. આના પર આરોપી યુવકે યુવતી પર છરીના ઘા ઝીંકી દીધા હતા, ત્યાર બાદ આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.

યુવતીના ગળા, પેટ અને હાથ પર ચપ્પુથી કર્યા અનેક વાર
પીડિતાએ જણાવ્યું કે તે સોમવારે બપોરે કાર ડ્રાઇવિંગ શીખવા માટે ઘરેથી નીકળી હતી. આ દરમિયાન આરોપીએ તેને વાત કરવાના બહાને બોલાવી હતી. વાતો કરતા કરતા બંને શેરીમાં જતા હતા. આ દરમિયાન આરોપીએ તેને ફ્રેન્ડશીપ તોડવાનું કારણ પૂછ્યું હતું. ત્યાર બાદ આરોપી સુખદેવ ગુસ્સે ભરાઈ ગયો હતો અને તેણે છરી વડે યુવતીના ગળા, પેટ અને હાથ પર અનેકો વાર કર્યા હતા, જ્યાં સુઘી તે ઢળી ન પડી.

ઘટના સીસીટીવીમાં કેદ
આ ઘટના શેરીમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આરોપી યુવતીને મૃત સમજીને ફરાર થઈ ગયો હતો. આસપાસના લોકોએ તેને હોસ્પિટલમાં દાખલ કરી હતી. અહીંથી પીડિતાને બાબુ જગજીવન રામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. પીડિતાની હાલત નાજુક છે. ઘટના બાદ આરોપી દિલ્હીથી અંબાલા ભાગી ગયો હતો. પોલીસની ટીમ અંબાલા પહોંચી અને તેને 3 જાન્યુઆરીએ અંબાલાથી પકડી લીધો હતો.

Most Popular

To Top