દિલ્હી: યમુના (Yamuna) નદી તેના વિકરાળ સ્વરૂપમાં આવી ગઇ છે. દિલ્હીમાં (Delhi) ભારે વરસાદને (Heavy Rain) કારણે યમુના નદીમાં પૂરની (Flood) સ્થિતિ સર્જાઇ છે. હેવ આગ્રાની યમુના નદીમાં પાણીનું સ્તર સતત વધી રહ્યું છે. યમુનાનું (Yamuna River) પાણી તાજમહેલનીv (Taj Mahal) નજીકની દિવાલ સુધી પહોંચી ગયું છે. અહીં લાકડાના બેટ અને રેતીની થેલીઓ મૂકીને પાણી અંદર પ્રવેશતું અટકાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સામાન્ય દિવસોમાં યમુનામાં પાણી ખૂબ ઓછું હોવાથી યમુના કિનારે પ્રવાસીઓને બેસવા માટે બેન્ચ પણ લગાવવામાં આવી છે. તાજમહેલ જોવા આવતા પ્રવાસીઓ યમુના કિનારે બનેલી બાંકડા પર બેસીને આ નદીનું પાણી નિહાળતા હતા, પરંતુ હાલમાં યમુનામાં પૂરના કારણે બધું બંધ છે. અહીં માત્ર પૂર રાહત કાર્યમાં લાગેલા લોકોને જ જવા દેવામાં આવે છે.
મળતી માહિતી મુજબ આગ્રામાં 45 વર્ષ બાદ યમુના નદી તાજમહેલની દિવાલને સ્પર્શી છે. વર્ષ 1978માં અહીં પૂર આવ્યું હતું, ત્યારે પૂરનું સ્તર 508 હતું. તે સમયે તાજમહેલની દિવાલ સુધી પાણી પહોંચી ગયું હતું. યમુના કિનારે આવેલા અનેક ગામો અને વસાહતો ડૂબી ગયા હતા. સોમવારે સવારે ફરી પાણી તાજમહેલની દિવાલ સુધી પહોંચી ગયું છે. તાજમહેલ પાસે આવેલ સ્મશાનભૂમિમાં પણ પાણી ભરાઈ ગયા છે. જેના કારણે અંતિમ સંસ્કાર પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જેમાં તાજમહેલ પાસે બનેલો દશેરા ઘાટ પણ પાણીમાં ડૂબી ગયો છે. ઘાટની કિનારે વાંસના બલિયા લગાવવામાં આવ્યા છે. ત્યાર બાદ પોલીસે લોકોને ઘાટના કિનારે જતા અટકાવ્યા છે. જો આગ્રામાં યમુનાનું જળસ્તર આમ જ વધતું રહ્યું તો તાજમહેલ જોવા આવતા પ્રવાસીઓની મુશ્કેલી વધી શકે છે. યમુના કિનારે રોડ પર પાણી ભરાઈ ગયા છે. પૂરના ભયથી લોકો હિજરત કરવા લાગ્યા છે.
યમુના નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે. યમુના નદીનું જળસ્તર આજે સવારે 497.20 ફૂટ પર પહોંચી ગયું છે. યમુના નદીનું પાણી તાજમહેલની પાછળના તાજવ્યુ પોઈન્ટ પર પણ પહોંચી ગયું છે, ત્યારબાદ તેને સામાન્ય પ્રવાસીઓ માટે બંધ કરી દેવામાં આવ્યું છે. આ સાથે તાજમહેલની પાછળ મહેતાબ બાગ પાસે આવેલી તાજ સુરક્ષા પોલીસ ચોકીમાં પણ પાણી ભરાઈ ગયું છે. યમુનાનું પાણી ચોકી પર પહોંચ્યા પછી, ત્યાં સુરક્ષામાં તૈનાત પોલીસકર્મીઓ તેમના સામાન સાથે નજીકમાં બનેલી અસ્થાયી ચોકીમાં જઈ રહ્યા છે.
આ મામલે સ્થાનિક લોકોનું કહેવું છે કે 13 વર્ષ પહેલા યમુનાનું જળસ્તર જોવા મળતું હતું પરંતુ આ વખતે યમુનાનું જળસ્તર ધીમે ધીમે વધી રહ્યું છે જેના કારણે લોકોના મનમાં ભયનું વાતાવરણ સર્જાયું છે. જો જળસ્તર આમ જ વધતું રહેશે તો યમુના નજીક બનેલા બે ડઝનથી વધુ ગામો તેની અસરમાં આવી જશે. યમુના કિનારે બનેલી 28 કોલોનીઓમાં પૂરનો ખતરો છે. યમુના નદીના સતત વધી રહેલા જળસ્તરને જોતા વહીવટીતંત્ર સંપૂર્ણ રીતે એલર્ટ છે.