નવી દિલ્હી: ટીમ ઈન્ડિયા સામે ઓસ્ટ્રેલિયાની ટીમે શાનદાર જીત મેળવી છે. ટ્રેવિસ હેડ અને માર્નસ લાબુશેનની તોફાની બેટિંગને કારણે ઓસ્ટ્રેલિયન ટીમે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ટેસ્ટ ભારત સામે 9 વિકેટે જીતી લીધી હતી. શાનદાર જીત સાથે ઓસ્ટ્રેલિયાએ WTCની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. ભારતની હારનું કારણ તેના બેટ્સમેનો હતા. પ્રથમ દાવમાં 109 રનમાં આઉટ થયેલી ટીમ ઈન્ડિયાની બીજી ઈનિંગમાં માત્ર 163 રનમાં જ સમેટાઈ ગઈ હતી. ચેતેશ્વર પૂજારાએ સૌથી વધુ 59 રનની ઇનિંગ રમી હતી. તે જ સમયે શ્રેયસ અય્યરે 26 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા માટે નાથન લિયોને ખતરનાક બોલિંગ કરી અને 64 રન આપીને 8 વિકેટ લીધી. આ જીત સાથે કાંગારૂ ટીમે ચાર મેચોની સિરીઝમાં 2-1થી વાપસી કરી લીધી છે. સિરીઝની છેલ્લી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 9 થી 13 માર્ચ દરમિયાન રમાશે.
ત્રીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલ્યાની ટીમે ચોથા દાવાં 76 રનનો ટાર્ગેટને એક વિકેટે સહેલાઈથી હાંસલ કરી લીધો હતો.જો કે ભારતીય સ્પિનર રવિચંદ્રન અશ્વિને ઉસ્માન ખ્વાજાને બીજા બોલ પર પેવેલિયન મોકલી આપ્યો હતો. તેથી ટીમ ઈન્ડિયાના ચાહકોની આશા વધી ગઈ હતી. પ્રથમ 11 ઓવરમાં ભારતીય સ્પિનરોએ અસરકાર બોલિંગ કરી હતી પરંતુ 12મી ઓવરમાં પરિસ્થિતિ બદલાઈ ગઈ હતી. ટ્રેવિસ હેડ અને માર્નસ લાબુશેન અણનમ પરત ફર્યા હતા.
પ્રથમ દાવમાં 109 રન પર આઉટ થયેલી ટીમ ઈન્ડિયા બીજી ઈનિંગમાં માત્ર 163 રનમાં જ સમેટાઈ ગઈ હતી. ચેતેશ્વર પૂજારાએ સૌથી વધુ 59 રનની ઈનિંગ રમી હતી. જ્યારે શ્રેયલ અય્યરે 26 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા માટે નાથન લાયને ખતકનાક બોલિંગ કરી અને 64 રન આપીને 8 વિકેટ ઝડપી હતી. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ટેસ્ટ ઈન્દોરના હોલ્કર મેદાન પર રમાઈ રહી હતી. ક્રિઝ પર ઉસ્માન ખ્વાજા અને ટ્રેવિસ હેડ ઉતર્યા હતા. ઓપનર ઉસ્માન ખ્વાજા ખાતું ખોલાવ્યા વિના જ પરત ફર્યો હતો. તે રવિચંદ્રન અશ્વિનના હાથે વિકેટકીપર કેએસ ભરતના હાથે કેચ આઉટ થયો હતો.
ટીમ ઈન્ડિયા હજુ પણ ફાઇનલમાં પહોંચવાની રેસમાં છે
ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાથી સીરીઝની પ્રથમ બે મેચ જીતીને ફાઈનલ તરફ આગળ વધ્યું છે. બીજી તરફ, જ્યારે ભારતીય ટીમ અગાઉ બાંગ્લાદેશના પ્રવાસે ગઈ હતી ત્યારે તે શ્રેણીની બંને મેચ જીતવામાં સફળ રહી હતી. આ પછી ઓસ્ટ્રેલિયા સતત બે મેચ જીતીને ફાઈનલની નજીક પહોંચી ગયું છે. હવે ટીમ ઇન્ડિયાનું ફાઇનલમાં જવું અમદાવાદ ટેસ્ટ અને શ્રીલંકાની રમત પર ઘણું નિર્ભર રહેશે. ICC દ્વારા પહેલાથી જ જાહેરાત કરવામાં આવી છે કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચ 7 જૂનથી શરૂ થશે, જે 11 જૂન સુધી ચાલશે. તે જ સમયે, 13 જૂનની તારીખે અનામત રાખવામાં આવી છે, જેથી જો વરસાદ ખલેલ પહોંચાડે તો મેચ વધુ એક દિવસ માટે કરી શકાય. જો કે હવે જોવાનું એ રહેશે કે ઈન્દોર ટેસ્ટ હાર્યા બાદ ભારતીય ટીમ અમદાવાદમાં કેવી રીતે વાપસી કરે છે.