ડભોઇ કેવડિયાની વચ્ચે અજાણ્યા વાહનની ટક્કરે દીપડાનું મોત – Gujaratmitra Daily Newspaper

Madhya Gujarat

ડભોઇ કેવડિયાની વચ્ચે અજાણ્યા વાહનની ટક્કરે દીપડાનું મોત

ડભોઇ: ડભોઇથી કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના માર્ગ પર અજાણ્યા વાહનની ટક્કરે દીપડાનું મોત નીપજ્યું હતું.જાણવા મળતી માહિતી પ્રમાણે ડભોઇ થી કેવડિયા જતા માર્ગમાં મુખ્ય રોડ પર ગતરોજ સાંજના અરસામાં અજાણ્યા વાહન ચાલકે દીપડા ને અડફેટે લેતા સ્થળ પર જ દીપડાનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.હાલ કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સમગ્ર દેશમાંથી લોકો આવતા હોય છે  જેથી વડોદરાથી કેવડિયા સુધીના માર્ગ કાયમ ટ્રાફિક થી ધમધમતો હોય છે.

ડભોઇથી કેવડિયા જતા રસ્તા માં બુજેઠા ગામની નજીક મુખ્ય માર્ગ પર ગાડી ની ટક્કર થી રસ્તા પર મૃત પડેલ દીપડાને જોવા લોકો ની ભીડ ભેગી થઈ હતી.અને આસપાસ ના ગામ ના લોકો મૃત દીપડા ને જોવા ઉમટી પડ્યા હતા.કેટલાક વાહન ચાલકો એ પોતાના મોબાઈલ માં મૃત દીપડાના ફોટા પાડયા હતા.વાહન ની અડફેટે મૃત્યુ પામેલ દીપડાની જાણ જંગલ ખાતા ના અધિકારીઓને થતા ઘટના સ્થળથી મૃત  દીપડાનો કબજો લઈ આગળની કાયદેસર ની કામગીરી હાથ ધરી હતી.

Most Popular

To Top