ભરૂચ (Bharuch): અકસ્માતની (Accident) ઘટનાઓ દિન પ્રતિદિન ચિંતાજનક હદે વધી રહી છે. હવે તો બેફામ વાહનચાલકો મૂક પશુઓને પણ બક્ષી રહ્યાં નથી. થોડા દિવસ પહેલાં દીપડા (Leopard) પર કાર ચઢાવી દેવાના હીન પ્રયાસનો એક વીડિયો વાયરલ થયો હતો અને હવે ભરૂચમાં વાહને ટક્કર મારતા દીપડાના બચ્ચાના મોતની (Death) ઘટના પ્રકાશમાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ઝઘડિયા- રાણીપુરા રોડ વચ્ચે કોઈક અજાણ્યા વાહને ટક્કર મારતા બાળ દીપડાનું મોત નીપજ્યું હતું. મોતને ભેટેલા દીપડાનું મોત બાદ વન વિભાગે મૃતદેહ કબજો મેળવીને વન્યધારા ધોરણ હેઠળ કાર્યવાહી કરીને અંતિમ સંસ્કાર કર્યા હતા.
- દેવલીયા ચોકડીને ટક્કર મારવાની ઘટનાને ગણતરીના સમય બાદ બીજી ઘટના
- ઝઘડિયા પંથકમાં આ ઘટના બનતા વન વિભાગે કબજો મેળવીને કાર્યવાહી બાદ અંતિમ સંસ્કાર કર્યા
સાતપુડા પર્વતમાળાના વિસ્તારોમાં દિનપ્રતિદિન દીપડાની સંખ્યામાં ઉતરોતર વધારો થઇ રહ્યો છે. જેને લઈને પૂર્વભાગ ઝઘડિયામાં પણ દીપડાનું આશ્રયસ્થાન બની ગયું છે. વન્યજીવ દીપડા માટે પાણી, ખોરાક અને રહેણાંક વિસ્તારને લઈને ઝઘડિયા વિસ્તાર માટે વિકલ્પરૂપ જગ્યા છે.
તાજેતરમાં બનેલી ઘટનામાં દેવાલીયા ચોકડી પર કારમાં બેઠેલા શખ્સોએ માનવસહજ રીતે દીપડો દેખાતા વિડીયોગ્રાફી કરીને રોડ ક્રોસ કરતા તેને ટક્કર મારવાનો હીન પ્રયાસ કરવામાં આવતો હતો. જો કે દીપડો આબાદ બચી તો ગયો. જો કે સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના રોડ પર રાણીપુરાથી ઝઘડિયા રોડની આજુબાજુ ફળદ્રુપ જમીનમાં શેરડી અને કેળની લુમો મોટા પ્રમાણમાં આવેલી છે.
એ વિસ્તારમાં દીપડા-દીપડીઓને રહેવાનો વિસ્તાર બની ગયો છે. ગુરુવારે રાત્રે રાણીપુરા- ઝઘડિયા વિસ્તારમાં બાળ દીપડો રોડ ક્રોસ કરતા અજાણ્યા વાહને અડફેટે લેતા તેના શરીરના આંતરડા નીકળી જતા મોતને ભેટવું પડ્યું હતું. આખી ઘટના અંગે વન વિભાગને માહિતી મળતા તાત્કાલિક અકસ્માત સ્થળે પહોચીને મોતને ભેટેલા બાળ દીપડાનો મૃતદેહ કબજે લઈને શીડ્યુલ વનમાં આવતું પ્રાણીને વન્યધારા ધોરણ પ્રોસેસ કરીને અંતિમ સંસ્કાર કર્યા હતા.