નવી દિલ્હી: ભારત(India)નો મોસ્ટ વોન્ટેડ(Most wanted) આરોપી(accused) અને અંધારી આલમના માફિયા ડોન(Don) દાઉદ ઇબ્રાહીમે(Dawood Ibrahim) ફરી વખત મુંબઇ(Mumbai) પર ડોળો નાખ્યો છે. અને ખંડણી સહિતનો કાળો કારોબાર શરુ કરી દીધો હોવાનો નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી(NIA)ના ગુપ્ત રિપોર્ટમાં ખુલાસો થયો છે. પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઇએસઆઇ અને દાઉદ ઇબ્રાહીમે આતંકવાદનું નવું મોડયુલ ઉભું કયુ છે અને યુવકોને તાલીમ માટે પાકિસ્તાન પણ મોકલવામાં આવ્યા છે.
આ રીતે આતંકીઓને ફંડિંગ કરાઈ છે
નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સીને મુંબઇમાં ડ્રગ્સ અને ગેરકાયદે પ્રોપર્ટી મારફત આતંકવાદીઓને નાણા આપવામાં આવી રહ્યાનાં પૂરાવા હાથ લાગ્યા છે અને તેની પાછળ દાઉદ ઇબ્રાહીમ સિન્ડીકેટનો હાથ હોવાનો ખુલાસો થયો છે. ગુપ્ત રિપોર્ટમાં જણાવાયા મુજબ દાઉદ ગેંગના માણસો પાકિસ્તાનનો ટેકો ધરાવતા ત્રાસવાદી સંગઠનોને નાણા પુરા પાડી રહયા છે અને આ નાણા મુંબઇ, થાણે તથા આસપાસના વિસ્તારોમાંથી ખંડણી ઉઘરાવવા ઉપરાંત બિલ્ડરોને ધમકાવવા અને ડ્રગ્સના કારોબાર તથા સટ્ટાબાજી મારફત ઉભા કરવામાં આવી રહયા છે. મુંબઇ તથા યુપી એટીએસ, દિલ્હી પોલીસ, એનઆઇએ તથા ઇડી દ્વારા તાજેતરના શ્રેણીબધ્ધ દરોડાઓનાં ટેરર ફન્ડીંગમાં સામેલ કેટલાક શખ્સોની ધરપકડ કરવામાં આવી છે અને આ શખ્સો દાઉદ ગેંગનાં વિદેશોમાં પથરાયેલા નેટવર્ક, અનિલ ઇબ્રાહીમ, છોટા શકીલ તથા ટાઇગર મેમણ સાથે સંબંધો ધરાવતા હોવાનું બહાર આવ્યું છે.
સલીમ ફૂટ પાસેથી 10,000 પાનાના દસ્તાવેજો હાથ લાગ્યા
અંડર વર્લ્ડ વિરુધ્ધ કામ કરી ચૂકેલા મહારાષ્ટ્ર પોલીસના એક સિનિયર અધિકારીએ જણાવ્યું હતું કે દાઉદ ઇબ્રાહીમની ગેંગ ફરી વખત મુંબઇને ટાર્ગેટ કરવા લાગી છે અને ત્યાંથી મળતા નાણા મારફત ઉતરપ્રદેશ, બિહાર સહિતનાં ઉતર ભારતના રાજ્યોમા સ્લીપર સેલ ઉભા કરવા વાપરવામાં આવી રહ્યા છે. તપાસ એજન્સીના સુત્રોએ કહયું કે ભારતમાં દાઉદનું નેટવર્ક તેનો ભાઈ ઈકબાલ કાસકર સંભાળી રહ્યો છે તે દાઉદના રાઇટ હેન્ડ છોટા શકીલના સંપર્કમાં હતા. થાણેના બિલ્ડર સુરેશ મહેતાની ફરિયાદના આધારે ઇકબાલ અત્યારે જેલમાં છે. તેણે મહેતા પાસે ૩ કરોડની ખંડણી માગી હતી. એનઆઇએની તપાસમાં એવું બહાર આવ્યું છે કે દાઉદ ગેંગના માણસો દાઉદ અને છોટા શકીલના નામ બિલ્ડરો પાસેથી ખંડણી વસૂલી રહ્યા છે. ઉપરાંત વિવાદીત પ્રોપર્ટી પર કબજો જમાવી રહ્યા મુંબઇથી પકડાયેલા સલીમ ફૂટ પાસેથી ૧૦,૦૦૦ પાનાના દસ્તાવેજો હાથ લાગ્યા હતા. સલીમ દાઉદના ભાઈ અનિલ ઇબ્રાહીમનો સંબંધી છે. જેના આધારે એનઆઇએનો શક વધુ દ્રઢ બન્યો હતો.
કસાબને આપી હતી ત્યાં યુવકોને અપાઈ રહી છે ટ્રેનીંગ
તપાસમાં એવો પણ ખુલાસો થયો છે કે ડ્રગ્સના કાળા કારોબાર મારફત દાઉદ ગેંગ લખલૂંટ કમાણી કરી રહી છે.એવું બહાર આવ્યું છે કે દાઉદ ઇબ્રાહીમ અંડરવર્લ્ડ-ટુનું સેટઅપ ગોઠવી રહ્યા છે. અને તેના માટે અલ-કાયદા, લશ્કર-એ-તોયબા અને જૈશ એ-મહમદ જેવા આતંકવાદી સંગઠનોની મદદ મેળવી રહ્યી છે. સલીમ ફ્રુટે આ મામલે વટાણા વેરી નાખ્યા છે. ખંડણી અને વિવાદ પ્રોપર્ટી મારફતે મેળવેલા નાણા તથા મોટા કારોબારીઓ વચ્ચે સમાધાન કરાવીને મેળવેલા નાણા ત્રાસવાદી સંગઠનોને ડાયવર્ટ કરવામાં આવી રહ્યા છે. પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઇએસઆઇ પણ આ ષડયંત્રમાં મદદ કરી રહી છે અને ઉતર ભારતના નાના શહેરોનાં યુવકોના બ્રેઇનવોશ કરીને તાલીમ માટે પાકિસ્તાન મોકલવામાં આવી રહ્યા છે. મુંબઈ હુમલાના આરોપી કસાબને જ્યાં ટ્રેનીંગ આપવામાં આવી હતી તે જ ટ્રેનીંગ સેન્ટર પર આ યુવકોને તાલીમ આપવામાં આવી રહી છે. દિલ્હી પોલીસનાં પકડાયેલા સાત ત્રાસવાદીઓએ પણ આ હકીકત કબૂલી છે.
પોતાના માણસો સાથે વાતચીત કરવા બનાવી ખાસ એપ
એનઆઇએના સુત્રોએ જણાવ્યું કે ભારતમાં ત્રાસવાદ, નાણા ઉઘરાવવા સહિતનું ઓપરેશન દાઉદનો ભાઇ અનિલ ઇબ્રાહીમ સંભાળી રહ્યો છે. આઇએસઆઇના કર્નલ ગાજીની દેખરેખ હેઠળ અનિસ આ કામ કરતો હોવાનું તાજેતરમાં પકડાયેલા ધારાવીના સમીર કાલિયાએ કબૂલ્યું હતું. દાઉદ કંપની નાણા ઉઘરાવવા માટે ક્રિપ્ટો કરન્સી અને ડાર્કનેટનો પણ ઉપયોગ કરી રહ્યું છે અને તે દિશામાં એન્ફોર્સમેન્ટ વિભાગ તપાસ કરી રહ્યું છે. પોતાના માણસો સાથે વાતચીત કરવા માટે ખાસ એપ પણ બનાવવામાં આવી છે. એન્ફોર્સમેન્ટ વિભાગના એક અધિકારીએ એવો ખુલાસો કર્યો હતો કે 1993ના મુંબઈ બોમ્બ ધડાકા બાદભારતમાંથી નાસી ગયેલો દાઉદ ઈબ્રાહીમ 2015થી ધીમે ધીમે એક્ટીવ થઇ રહ્યો હતો અને હાલ કારોબાર ચિંતાજનક રીતે વધારી દીધો છે.