Charchapatra

તારીખો પછી પણ તારીખ

આજે ભારતમાં ન્યાયની પહોંચ સરળ નથી. ના તો સમયની દૃષ્ટિએ કે ના તો ખર્ચની દૃષ્ટિએ. અદાલતોમાં પડતર કેસોનો પર્વત સતત ઊંચો થતો જઈ રહ્યો છે. ન્યાયમાં વિલંબ એ એક અદૃશ્ય સજા છે. અંગ્રેજી કહેવત છે કે ન્યાયમાં વિલંબ એટલે ન્યાયથી વંચિત રાખવા. આપણા દેશમાં સામાન્ય માણસના જીવનના સૌથી કિંમતી વર્ષોની કિંમત છે. કયારેક જામીનની રાહ જોવી, કયારેક તારીખો પછી તારીખ, મોઘોં ન્યાય ગરીબો માટે એક સ્વપ્ન અને શ્રીમંતો માટે સાધન બની ગયો. આજે કાનૂન લડાઈ લડવી એટલે ભારતીઓ માટે દેવું અને ચિંતા હતાં.

આ કાયદો બધા માટે સમાન હોઇ શકે પણ વકીલો નથી. વકીલોની ફી પર કોઇ નિયંત્રણ નથી. આપણા પ્રધાન મંત્રી મોદીજીની ન્યાયની સરળતાની વાતનો સાચો અર્થ એક ન્યાય ફકત સુલભ જે નહીં પણ સસ્તો પણ હોવો જોઈએ. ન્યાય એ ફકત અદાલતોનો વિષય નથી. સમાજ અને અર્થતંત્રનો બન્નેનો પાયો છે. વીસ વર્ષ કેસ ચાલે તો વાદીને જ નહીં દેશના અર્થતંત્રને પણ અસર કરે છે. રાષ્ટ્રે હવે સ્વીકારવું જોઈએ કે ન્યાય સસ્તો, ઝડપી અને સુલભ નહીં હોય ત્યાં સુધી વિકાસ અને વિશ્વાસ પણ અધૂરો જ રહેશે.
ગંગાધરા – જમિયતરામ શર્મા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top