દમણ: (Daman) સંઘપ્રદેશ દાનહ અને દમણ એક્સાઇઝ વિભાગને (Excise Department) ગત વર્ષ કરતાં દારૂમાં (Alcohol) 13.5% જેટલી વધુ આવક થવા પામી છે. દાનહ દમણનું એકત્રિકરણ થયા બાદ ગત વર્ષે 1262 કરોડ રૂપિયાની વધુ વસૂલાત કરવામાં આવી છે.
- દા.ન.હ.-દમણ એક્સાઇઝ વિભાગને ગત વર્ષ કરતાં આ વર્ષે દારૂમાં 13.35% ની વધુ આવક
- દાનહ દમણનું એકત્રિકરણ થયા બાદ 1262 કરોડ રૂપિયાની વધુ વસૂલાત કરવામાં આવી
દાનહ અને દમણ-દીવ જ્યારે અલગ અલગ હતા ત્યારે કુલ 600 કરોડ જેટલો આંકડો પહોંચતો હતો, પરંતુ દાનહ, દમણ અને દીવનું એકત્રિકરણ થયા બાદ સંયુક્ત જીએસટી, વેટ અને યુ.ટી. એક્સાઇઝનો આંકડો ઝડપથી વધવા પામ્યો છે. જેનું મુખ્ય કારણ ગત કેટલાક વર્ષોમાં જીએસટી, વેટ વિભાગ અને એક્સાઇઝ વિભાગ દ્વારા નિરંતરતા સાથે કર વસૂલી માટે કરવામાં આવી રહેલા એસેસમેન્ટને આપવામાં આવી શકાય છે. મળેલા આંકડા મુજબ નાણાકીય વર્ષ 2021 અને 22 માં દાનહમાં વેટ કલેક્શન 300 કરોડ અને બીમાં 320 કરોડથી વધુ રહેવા પામ્યો છે.
યુ.ટી. માં જીએસટી કલેક્શનમાં દાનાહમાં 421 કરોડ અને દમણ દીવમાં 215 કરોડથી વધુ રહી છે. દાનહ અને દમણ દીવમાં જીએસટી અને વેટની કુલ મહેસુલ 1262 કરોડ રૂપિયા જેટલી વસુલાત થવા પામી છે. જે ગત વર્ષની તુલનામાં 1136 કરોડ રૂપિયા 11 ટકાના ઉછાળા સાથે 126 કરોડ વધુ આંકવામાં આવ્યું છે. આ સાથે જ દારૂ બિયરથી પ્રાપ્ત થતી સ્થાનિક એક્સાઇઝ ડ્યુટીની વાત કરીએ તો આ વર્ષે એક્સાઇઝ રેવન્યુ 365 કરોડ રૂપિયા પ્રાપ્ત થવા પામ્યા છે. જે ગત વર્ષની તુલનામાં 322 કરોડ રૂપિયા 13.35 ટકાના ઉછાળા સાથે 43 કરોડ રૂપિયા વધુ હોવાનું જાણવા મળ્યું છે.