Vadodara

ચોમાસામાં કોઈ જાનહાની થાય તે પહેલાં શહેરમાં જોખમી હોર્ડિંગ્સ ઉતારી લેવા જરૂરી

વડોદરા: શહેરમાં હોર્ડિંગ્સનું જંગલ ઉભું થઇ ગયું છે જે આગામી ચોમાસા દરમિયાન જોખમી સાબિત થઇ શકે છે. ત્યારે ચોમાસા પૂર્વે આવા હોર્ડિંગ્સ ઉતારી લેવાની કામગીરી હાથ ધરવી જોઈએ જેથી ચોમાસા દરમિયાન કોઈ અકસ્માત ન સર્જાય. અને જોઈએ જીવ ગુમાવવાનો વારો ન આવે. શહેરમાં ઠેર ઠેર હોર્ડિંગ્સ લગાવી દેવામાં આવ્યા છે. રસ્તાની બાજુમાં કોઈ જગ્યા ખાલી નહિ હોય. એટલું જ નહિ કેટલાક વિસ્તારમાં તો રસ્તાની વચ્ચે ડિવાઈડર ઉપર પણ હોર્ડિંગ્સ – બેનરો લાગી ગયા છે. જે જોખમી સાબિત થઇ શકે છે. બે દિવસ અગાઉ આવેલ વાવાઝોડાના પગલે અનેક વિસ્તારોમાં હોર્ડિંગ્સ અને બેનરો જમીનદોસ્ત થઇ ગયા હતા.

સદનસીબે કોઈ જાનહાની કે કોઈ મોટો અકસ્માત સર્જાયો ન હતો પરંતુ હવે જયારે ચોમાસાની મોસમ આવી રહી છે ત્યારે આવા હોર્ડિંગ્સ અને બેનરો હટાવી લેવા જોઈએ જેથી ચોમાસા દરમિયાન ભારે પવન અને વરસાદના કારણે તે કોઈ માટે જીવલેણ સાબિત ન થાય. શહેરના હારની વિસ્તારમાં તો આવા બેનરો ઉડીને 50 ટી 100 ફૂટ દૂર ફંગોળાયા હતા. જો મુખ્ય માર્ગો ઉપર આવી હોનારત થાય તો તે વાહનચાલકો માટે અકસ્માત સર્જી શકે છે ત્યારે પાલિકા દ્વારા આ કામગીરી પણ હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

Most Popular

To Top