સાપુતારા : ડાંગ (Dang) જિલ્લામાં છેલ્લા ત્રણ ચાર દિવસથી વરસાદી (Rain) માહોલે વિરામ લેતા પ્રકૃતિ હિલોળે ચડી છે. ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ ખુલતા હાલમાં હળવો તડકો પડી રહ્યો છે. ત્યારે સાપુતારા (Saputara) સહિત અન્ય પ્રવાસન સ્થળોએ વરસાદી માહોલ ખુલતા પ્રવાસીઓનાં પગરવમાં વધારો નોંધાઈ રહ્યો છે. સાપુતારામાં શનિ – રવિમાં વરસાદી માહોલ ખુલતા પ્રવાસીઓએ ટેબલપોઈંટ, સનરાઈઝ પોઈંટ, બોટીંગ, પેરાગ્લાયડીંગ, રોપવે સહિતની એક્ટિવિટીઓનો આસ્વાદ માણી ધન્યતા અનુભવી હતી. સાપુતારાનાં ટેબલ પોઈંટ તથા બોટીંગ ખાતે ફરવા આવેલા પ્રવાસીઓએ ટ્રેન સવારી, ઘોડેસવારી, ઊંટ સવારી, બાઈસિકલ સવારી, બાઈક સવારીનો લ્હાવો લઈ મોજ માણી હતી.
સતત વરસાદના કારણે પાકને ભારે નુકસાન, ખેડૂતોને ભારે નુકશાન થવા પામ્યું
વલસાડ : વલસાડ જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે લીલા શાકભાજીનો પાક લેતા ખેડૂતોને ભારે નુકશાન થવા પામ્યું છે. ભારે વરસાદના કારણે શાકભાજીના છોડોમાં નુકશાની થતા પાક નિષ્ફળ જતા ખેડૂતોએ સરકાર સર્વે કરાવીને સહાય આપે એવી માંગ કરી છે.
- વલસાડ જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે લીલા શાકભાજીનો પાક લેતા ખેડૂતોને નુકશાન
- શાકભાજીના છોડોમાં નુકશાની થતા સર્વે કરાવીને સરકાર સહાય આપે એવી માંગ
છેલ્લા એક અઠવાડિયામાં વલસાડ જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે જિલ્લાના ખેડૂતો ભારે અસર પહોચવા પામી છે. સપ્ટેમ્બર મહિનામાં લીલા શાકભાજીની ખેતી કરતા ખેડૂતોન નુકશાન થવા પામ્યું છે. રિંગણ, મરચા, કાકડી, ભીંડા, ફ્લાવર જેવા શાકભાજીના છોડોમાં વધુ વરસાદના કારણે નુકશાની થવા પામી છે. સાથે પપૈયાના ઝાડોમાં પણ ભારે નુકશાન થવા પામ્યું છે. પપૈયાના ઝાડ વરસાદના કારણે જમીન દોષ થઈ જવા પામ્યા હતા. તો સાથે લીલા શાકભાજીના છોડોમાં ફૂગ આવી જતા ઝાડ પર આવતો પાક હવે નિષ્ફળ જશે. ભારે વરસાદના કારણે નાના ખેતરોમાં 50 હજારથી વધુનું નુકસાન મોટા ખેતરોમાં 2 લાખથી વધુનું નુકશાન ખેડૂતોને થતા ખેડૂતોએ હવે સરકાર પર આશ લગાવી છે કે સરકાર વહેલી તકે ખેડૂતોનું સર્વે કરાવી સહાય ચૂકવે એવી માંગ કરી છે. સાથે અગાઉ થયેલા સર્વેની સહાય હજુ સુધી નહીં ચૂકવતા એ સહાય પણ આપવામાં આવે એવી માંગ જિલ્લાના ખેડૂતો કરી રહ્યા છે.