Vadodara

વરણામા પીએસઆઇએ બે નિર્દોષ યુવાનોને ડંડાથી ફટકારતાં ઈજા

વડોદરા : વરણામા બજારમાં એકત્ર થયેલા લોકટોળા જોતા અનખી ગામના બે યુવાનો ને પીએસઆઇ ગોહિલે બોલાવીને ફાઈબર ના ડંડા વડે બેરહેમી પૂર્વક ફટકાર્યા હતા. બંને યુવાનોને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. વરણામા નજીક આવેલ અણખી ગામમાં રહેતા વણકર રજનીકાંત ભાઈલાલ અનેતેનો મિત્ર પરમાર જીજ્ઞેશ ભાઈલાલ ખાનગી કંપનીમાં નોકરી કરે છે. રવિવારે તેમની સંસ્થાના પ્રમુખને મળીને પોલીસ સ્ટેશન નજીક પ્રાથમિક શાળા પાસે થી પસાર થતા હતા ત્યારે એકત્ર થયેલા લોકટોળા નિહાળી ને ઉભા હતા. એકાએક પીએસઆઇ ગોહિલે તેમના સ્ટાફને લાઠી ચાર્જ કરવા આદેશ આપતા નાસભાગ મચી ગઇ હતી.

પીએસઆઇ એ બંને યુવાનો ને ક્યાંથી આવે છે તેમ પૂછ્યું. અણખી થી આવીએ છે કહેતા જ પીએસઆઇ ગોહિલ નો ગુસ્સો ફાટયો હોય તેમ ફાઈબર ના ડંડા વડે બંને પર તૂટી પડ્યો હતો. સાહેબને ફટકારતાં જોઇને ધસી આવેલ બીટ જમાદાર ભૂપેન્દ્ર એ ધકકો મારીને નીચે પાડી દીધા હતા. બનાવ ના પગલે રજનીભાઇ ને પગમાં ઇજાઓ પહોંચી હતી. જ્યારે જીજ્ઞેશ ને બાવડા પર ડંડા માર્યા હતા. ઇજાગ્રસ્તોને સયાજી હોસ્પિટલમાં યોગ્ય સારવાર ના મળતા પોર જનરલ હોસ્પિટલમાં સારવાર કરાવતા ઘૂંટણ નુ ઓપરેશન કરાવવું પડ્યું હતું. પછાત જ્ઞાતિના બંને યુવાનો પર થયેલ અત્યાચાર ના પગલે સ્થાનીક રહીશો મા રોષ જોવા મળ્યો હતો. સમગ્ર બનાવની ફરીયાદ જીલ્લા પોલીસ વડા ને કરાઈ હતી.

ગૌતમ બુદ્ધ માનવ સેવા સંઘના કાર્યકરોને માર્યા
કાયદાના રક્ષક જ્યારે ભક્ષક બને છે ત્યારે નિર્દોષ પ્રજા ઉપર જુલ્મ અને અત્યાચાર ગુજારે છે એવું ઇજાગ્રસ્ત રજનીભાઈ એ જણાવ્યું હતું. કોઈ પણ વાંક વિના કાયદો હાથમાં લઈને ખોટી શંકા રાખતા પીએસઆઇ તથા બીટ જમાદાર એ ઈજાઓ પહોંચાડી હતી. પોલીસના અમાનુષી અત્યાચાર અંગે અનુસૂચિત જાતિ કલ્યાણ અને તકેદારી એકમના નાયબ નિયામક તથા અનુસૂચિત જાતિ આયોગની કચેરીના નિયામક તેમજ ગૌતમ બુદ્ધ માનવ સેવા સંઘના પ્રમુખને પણ ન્યાય અપાવવા અરજી કરાઇ હતી.

Most Popular

To Top