દમણ: (Daman) સંઘપ્રદેશ દમણના નાની દમણ પોલીસ મથકે (Police Station) 24 જૂન-22 ના રોજ દિનેશ પૂનવાસી સહાનીએ ફરિયાદ દાખલ કરાવી હતી કે તેનો 700 કિલો પ્લાસ્ટિકના માલસામાન સાથે ભરેલો છોટા હાથી ટેમ્પો નં.GJ-15-Z-7372 જે ભેંસલોર કૉસ્ટલ હાઇવે પાસે પાર્ક કર્યો હતો, તેને કોઈ ચોરી (Thief) કરી લઈ ગયું છે. આ ફરિયાદ મળતા પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસે ટેમ્પા નજીકના સીસીટીવી (CCTV) કેમેરાના ફૂટેજ તથા મળેલી જાણકારી મુજબ આ કામના ચોર સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી.
- તસ્કરોએ ચોરેલા ટેમ્પોને ગેસ કટરથી કપાવી તેના સ્પેરપાર્ટ્સને છૂટા પાડી દીધા
- દમણમાંથી 700 કિલો પ્લાસ્ટિકના માલસામાન ભરેલા ટેમ્પોની ચોરીમાં 2 ઝડપાયા
પોલીસે ચોરીના ગુનામાં નાની દમણના ભેંસલોરમાં રહેતા અને મૂળ ગાજીપુર યુપીનો 44 વર્ષીય રાહુલ અવધેશ યાદવ તથા વાપી હદમાં આવેલા કુંતા ગામમાં રહેતો અને મૂળ છાપરા બિહારનો 27 વર્ષીય મિથુન સિકંદર રાવની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં એવું પણ જાણવા મળ્યું કે આરોપીઓએ પોલીસથી બચવા માટે છોટા હાથી ટેમ્પાને વાપી હદના કુંતા ગામે સડક ફળિયામાં એક ફેબ્રિકેશનની દુકાનમાં ગેસ કટરની મદદથી કાપી તેના તમામ સ્પેરપાર્ટ્સને છૂટા પાડીને રાખ્યા હતા.
તેને ભંગારવાળાને ત્યાં વેચવા જવાની ફિરાકમાં હતા. જોકે, આરોપીઓ ટેમ્પાના સ્પેરપાર્ટસને વેચે પહેલા જ તેઓ પકડાઈ ગયા હતા. પોલીસે ટેમ્પાના તમામ સ્પેરપાર્ટ્સને પણ કબ્જે કર્યા છે. જોકે 700 કિલો પ્લાસ્ટિકના સમાનની રિકવરી કરવાની હાલ બાકી છે. હાલતો પોલીસે બંને આરોપીઓને દમણ કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે આરોપીઓના 27 જૂન સુધીના પોલીસ રિમાન્ડ મંજૂર કરતા પોલીસે બંને આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વલોટી કરંજદેવી ચાર રસ્તા પાસે કારમાંથી દારૂના જથ્થા સાથે એક ઝડપાયો, બે વોન્ટેડ
બીલીમોરા : નાંદરખા ગામથી નવસારી લઈ જવાતો 43 હજારનો વિદેશી દારૂ સાથે બીલીમોરા પોલીસે એકની ઝડપી પાડ્યો હતો. કાર અને દારૂ સહિત કુલ રૂ. 2.93 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. નાંદરખાથી નવસારી અલ્ટો કાર નંબર જીજે. 21.સીએ.8531માં દારૂ લઈ જવામાં આવી રહ્યો હોવાની બાતમી બીલીમોરા પોલીસને મળતાં વલોટી કરંજદેવી ચાર રસ્તા પાસે વોચ ગોઠવી હતી. જ્યાં બાતમી વાળી અલ્ટો કાર આવતા તેને રોકવાનો ઈશારો કરતા ચાલકે કાર ઉભી કરી હતી. કાર ચાલક આશિષ ઉર્ફે લાલુ રાજેશભાઈ પટેલ (રહે.વંકાલ, તા.ચીખલી)ની પોલીસે પુછપરછ કરી કારની તપાસ કરતા ગાડીમાંથી વિદેશી દારૂની 420 બોટલ કિંમત 42900 મળી હતી. કાર ચાલકે ‘આ દારૂ ખેરગામના સદ્દામને પહોંચાવડવાનો હોય એ પહેલા જલાલપોરના સુધીર પરબને આપવાનો હોવાનું જણાવ્યું હતું. જે આધારે પોલીસે આશિષ ઉર્ફે લાલુ રાજેશભાઈ પટેલની ધરપકડ કરી સદ્દામ અને સુધીર પરબને વોન્ટેડ જાહેર કરી રૂ. 43 હજારનો દારૂ, અલ્ટો કાર કિંમત રૂ. 2.50 લાખ મળી કુલ રૂ. 2,93,400નો મુદ્દમાલ ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.