દમણ: (Daman) સંઘપ્રદેશ દાનહ દમણ દીવની તમામ હોટલ (Hotel), ગેસ્ટ હાઉસ, હોમ સ્ટે સંચાલકોએ લાઇસન્સ લેવું અથવા તો તેને રીન્યુ કરવાનું ફરજિયાત રહેશે. જો લાયસન્સ (License) વગર અથવા તો લાયસન્સ લીધું હોય એને રીન્યુ કર્યું નહીં હોય એવી હોટલ, ગેસ્ટ હાઉસ અને હોમ સ્ટે કરાવનારા લોકો પકડાશે તો તેવા સામે કાયદાકીય કાર્યવાહી કરવાની સાથે આવા એકમોને બંધ કરવાની ચીમકી પ્રશાસને આપી છે.
- સંઘપ્રદેશની હોટલો, ગેસ્ટ હાઉસ, હોમ સ્ટે સંચાલકોએ લાયસન્સ રીન્યુ કરાવવું ફરજિયાત
- વગર લાયસન્સ અથવા રીન્યુ નહીં હશે એવી હોટલ, ગેસ્ટ હાઉસ, હોમ સ્ટે પકડાશે તો કાર્યવાહીની ચીમકી
દાનહ-દમણ-દીવ પર્યટન વિભાગના ડાયરેક્ટર અરુણ ગુપ્તા દ્વારા આજરોજ એક પરિપત્ર બહાર પાડી જાણ કરી છે કે, દાનહ-દમણ-દીવની કલમ 7 ની જોગવાઈ મુજબ અને દીવ રજીસ્ટ્રેશન ઓફ ટુરિસ્ટ ટ્રેડ એક્ટ 1982 નિયમો હેઠળ જે કોઈપણ હોટલ, ગેસ્ટ હાઉસ, હોમ સ્ટે, બેડ એન્ડ બ્રેકફાસ્ટ કરનાર સંચાલકોએ રજીસ્ટ્રેશન (લાયસન્સ) લેવું ફરજિયાત રહેશે.
અથવા તો જેમણે પણ લાયસન્સ લીધું હશે અને અને રીન્યુ નહીં કર્યું હોય એવા સંચાલકોએ 1 મહિનાની અંદર તેમનું લાયસન્સ રીન્યુ કરાવવાનું રહેશે. પ્રશાસનના ધ્યાન પર આવ્યું છે કે, દમણની મોટાભાગની હોટલો વગર લાયસન્સે જ ધમધમી રહી છે. ત્યારે લાયસન્સ રીન્યુ કર્યા વગર ચલાવાતી હોટલો, ગેસ્ટ હાઉસ, હોમ સ્ટે જેવા એકમોને આવા સંજોગોમાં બંધ કરવાની કાર્યવાહી કરાશે. આ સાથે જવાબદાર સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી પણ કરવાની ચીમકી પ્રશાસન દ્વારા ઉચ્ચારવામાં આવી છે.
વલસાડ એસટી ડેપોની બહાર 10 કિલો ગાંજા સાથે ઓરિસ્સાવાસી પકડાયો
વલસાડ: વલસાડ એસટી ડેપોના બહાર સુપર સાયકલ સ્ટોરના રિક્ષાસ્ટેન્ડ પાસેથી પોલીસે બાતમીના આધારે ઓરિસ્સાના એક યુવાન પાસેથી 10 કિલો ગાંજો જેની કિં.રૂ. 1.1 લાખનો હોય ઝડપી પાડ્યો હતો. જ્યારે સુરતના બેને વોન્ટેડ જાહેર કર્યા છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વલસાડ સિટી પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર જયદીપસિંહ સોલંકી એમની ટીમ સાથે સિટી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. ત્યારે એમને બાતમી મળેલી કે એસ.ટી ડેપોમાં મોટા પાયે ગાંજો લઈને એક યુવાન ઉભો છે. જે બાતમીના આધારે એસટી ડેપોના બહાર સુપર સાયકલ સ્ટોરની સામે આવેલા રિક્ષા સ્ટેન્ડ પાસે પોલૂસ ટીમ પહોંચી ગઈ હતી.
એક યુવાન મોરપીંછ કલરની બેગ લઈને ઊભો હોય જેથી પોલીસને જોઈને યુવાન સંતાવા લાગ્યો હતો. પોલીસે યુવાન પાસે જઈને બેગમાં તપાસ કરતા બેગમાંથી 5 પેકેટ હતા.10 કિલો ગાંજો મળી આવતા પોલીસ પણ ચોકી ગઈ હતી. જેની કિં.રૂ.1.1 લાખ હોય પોલીસે ઓડિશામાં રહેતો આલોકકુમાર અર્જુન પ્રધાનની ધરપકડ કરીને વધુ પૂછપરછ કરતા ગાંજો ઓડિશામાં રહેતો સીમાચલ લક્ષ્મણ બરડે એ આપ્યો હતો અને સુરતમાં રહેતો સોમનાથ ઉફે ટુનુ ઘનુ શાહુને પહોંચાડવાનો હતો. પણ ગાંજો વલસાડમાં જ ઝડપાઈ ગયો. પોલીસે માલ આપનાર અને મંગાવનારને બંનેને વોન્ટેડ જાહેર કર્યા છે. પોલીસે ગાંજો અને મોબાઈલ મળીને કુલ રૂ.1.6 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.