Vadodara

દાહોદ મેઇન ઇન્ડિયાનું મોટું કેન્દ્ર બનશે : મોદી

દાહોદ,લીમખેડા : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના આદિવાસી વિસ્તારોને મેઇક ઇન ઇન્ડિયાનું કેન્દ્ર બિંદુ બનાવવાની નેમ વ્યક્ત કરતા જણાવ્યું છે કે, અંબાજીથી ઉમરગામ સુધીના ગુજરાતના આદિવાસી બેલ્ટમાં પાણી, આરોગ્ય, શિક્ષણ, વીજળી, સિંચાઇ જેવી પ્રાથમિક સુવિધાઓથી સંપન્ન બનાવ્યા બાદ હવે આ વિસ્તારને મુખ્ય પ્રવાહમાં જોડવામાં આવી રહ્યો છે. દાહોદ જેવા વિસ્તારમાં રૂ. ૨૦ હજાર કરોડના મૂડી રોકાણથી આદિવાસી વિસ્તારમાં આર્થિક વિકાસનો નવો સૂર્યોદય થશે. વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, દાહોદ મેઇક ઇન ઇન્ડિયાનું સૌથી મોટું કેન્દ્ર બનવા જઇ રહ્યું છે. ગુલામીકાળ ખંડના લોકોમેટિવ સ્ટીમ એન્જીનના કારખાનાને હવે રૂ. ૨૦ હજાર કરોડના ખર્ચથી આધુનિક બનાવવામાં આવી રહ્યું છે. અહીં ૯ હજાર હોર્સ પાવરના ઇલેક્ટ્રીક લોકોમેટિવ રેલ્વે એન્જીન બનાવવામાં આવશે. જે મેઇક ઇન ઇન્ડિયાને ગતિ આપવાની સાથે દુનિયાના દેશોની ઇલેક્ટ્રીક રેલ્વે એન્જીનની માંગ પૂરી કરવામાં દાહોદ મહત્વની ભૂમિકા અદા કરશે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ  આજે મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ, રેલવે રાજ્ય મંત્રી દર્શનાબહેન જરદોશની ઉપસ્થિતિમાં દાહોદ  ખાતે યોજાયેલ વિશાળ આદિજાતિ મહાસંમેલનમાં  દાહોદ જિલ્લાના આદિવાસી બાંધવોને રૂ. ૧૮૦૯.૭૯ કરોડના વિકાસ કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કર્યું હતું. વડાપ્રધાને પંચમહાલ જિલ્લામાં જન સુખાકારી અને જન સુવિધાના રૂ. ૧૫૯.૭૧ કરોડના વિકાસ કામોનું લોકાર્પણ કર્યું હતું.વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતીય રેલ્વે દ્વારા દાહોદ વર્કશોપમાં અંદાજે રૂ.૨૦ હજાર કરોડના ખર્ચે નિર્માણ થનાર નવ હજાર હોર્સ પાવરના ઈલેક્ટ્રીક લોકોમેટિવ મશીન ઉત્પાદન એકમનો શિલાન્યાસ કર્યો હતો. મેઇક ઇન ઇન્ડિયા અભિયાનને સાકાર કરતા આ પ્રોજેક્ટ થકી દાહોદ અને તેની આસપાસના વિસ્તારોમાં  હજારો નોકરીની તકો ઉભી થશે.

સંમેલનમાં અવ્યવસ્થા સર્જાતા શ્રોતાઓએ ચાલતી પકડી

દાહોદ તાલુકાના ખરોડ નજીક વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્તિથીમાં યોજાયેલા આદિજાતિ મહા સંમેલનમાં નરેન્દ્ર મોદીના ચાલુ ભાષણ દરમિયાન સભાસ્થળમાંથી લોકોએ ચાલતી પકડતા ખુરશીઓ ખાલી જોવા મળી હતી.તેમજ સભા દરમિયાન કેટલાક ઉપદ્રવિઓએ ડોમમાં ખુરશીઓમાં તોડફોડ કરી તેમજ પાણીના બોટલોની પેટીઓ ઉઠાવીને લઈ જતા જોવા મળ્યા હતા. સભા સ્થળમાં હાજર લોકોએ પણ પીવાના પાણી મુદ્દે હોબાળો મચાવતા અરાજકતાનો માહોલ સર્જાયો હતો.

36 લોકોને પોલીસે ડિટેઈન-નજરકેદ કર્યાં 
દાહોદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં યોજાયેલા આદિવાસી મહાસંમેલનને અનુલક્ષીને આદિવાસી સમાજ તેમજ રાજકીય પાર્ટીના 36 જેટલાં વ્યક્તિઓને પોલીસે ડિટેઈન તેમજ નજરકેદ કર્યા હતા. દાહોદ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થતિમાં યોજાયેલા આદિજાતિ મહા સંમેલનમાં ગુજરાતનાં આદિજાતિ મંત્રી નિમિષાબેન સુથારના બોગસ પ્રમાણપત્ર મુદ્દે સોશિયલ મીડિયામાં વિરોધ થતા દાહોદ પોલીસે આદિવાસી સમાજના અગ્રણીઓ તેમજ રાજકીય પક્ષના 36 જેટલાં કાર્યકર્તાઓને નજર કેદ તેમજ ડિટેઇન કરાતા આદિવાસી સમાજમાં રોષ જોવા મળ્યો હતો.દાહોદ ખાતે યોજાયેલા આદિજાતિ મહા સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્તિથીમાં યોજાયો હતો. આ કાર્યક્રમને સંપૂર્ણ રીતે સફળ બનાવવા માટે દાહોદ વહીવટી તંત્ર તેમજ પોલીસ વિભાગ થતા વિવિધ એજેન્સીઓ કામે લાગી હતી.જે કાર્યક્રમ આદિજાતિ મંત્રી નિમિષાબેન સુથાર ઉપસ્થિત રહ્યા હતા.

યોજનાઓના લાભાર્થીઓ સાથે સંવાદ
દાહોદ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના આદિવાસી લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. આ વેળાએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ,સાંસદ શ્રી સી.આર.પાટીલ ઉપસ્થિત રહ્યા હતા.
ખરોડ ગામે 125 બસ તથા સાડા ત્રણસો જેટલા પ્રાઇવેટ વાહનોનો ખડકલો ઉતાર્યો
સિંગવડ : સિંગવડ તાલુકાના ખરોડ ગામે સરકારી તંત્ર દ્વારા 125 st bus તથા સાડા ત્રણસો જેટલા પ્રાઇવેટ વાહનોનો ખડકલો ઉતારવામાં આવ્યો હતો જેમાં સિંગર મતદાતા સિંગવડ તાલુકા પંચાયત દ્વારા બધી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી જ્યારે સિંગવડ તાલુકા ના ગામ ની સામે એસટી બસ 125 તથા પ્રાઈવેટ વાહનો સાડા ત્રણસો જેટલા આપવામાં આવ્યા હતા ત્યારે સરકારી તંત્ર દ્વારા એસટી બસ તથા પ્રાઈવેટ વાહનો પેકેટ તથા પીવાના પાણીની બોટલો પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી જ્યારે એસ.ટી. બસ ઘણી દૂર દૂરથી બોલાવવામાં આવી હતી સૌરાષ્ટ્ર  જે સિંગવડ તાલુકા સુધી પહોંચાડવામાં આવી હતી જેના લીધે એસટી બસના ડ્રાઇવરને  અટવાવવાનો વારો આવ્યો હતો જો સરકારી તંત્ર દ્વારા બસોને  સાંજથી પોતાના રૂટ પર મોકલી ગઈ ને ફુડ પેકેટ તથા પાણીની વ્યવસ્થા બસમાં કરી દેવામાં આવી હતી બધી વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી હતી.

વડાપ્રધાન જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે દાહોદ જિલ્લાને ઘણા કામોની ભેટ આપી છે
સિંગવડ : દાહોદ નગર ખાતે આદિવાસી સંમેલનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવવાના હોય તેના પહેલા દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર દ્વારા આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દાહોદની ગલીએ-ગલીએ છે. જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ દાહોદ આવીને દાહોદ જિલ્લાના ઘણા કામોની ભેટ આપી છે. જ્યારે હવે કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી છે તો તે આજે પણ દાહોદને ભૂલી યા નથી અને છેક  છેલ્લા છેવાડાના દાહોદ જિલ્લાને કરોડો રૂપિયાના કામોની સોગાત આપી છે જ્યારે તેમણે કહ્યું હતું કે પ્રધાનમંત્રી મોદી દ્વારા હવે ગામડે ગામડે અને ઘરે ઘરે નળ સે જલ આદિવાસીઓના ઘરે સુધી પાણી પહોંચે તેના માટે પણ સરકાર કટિબદ્ધ છે તેમણે કહ્યું હતું કે ગરીબ લોકો પાણી ઉચકીને ઘણી દૂર દૂરથી લાવવું મજબુર થવું પડતું હોય છે જેના લીધે સરકાર દ્વારા નળ તે પાણી ઘરે ઘરે પહોંચાડવાની આવશે તેવી ખાતરી આપી હતી.

Most Popular

To Top