સેલવાસ: સંઘપ્રદેશ દાદરા નગર હવેલી (Dadra Nagar Haveli) હરિયાળો પ્રદેશ છે. અહીં પ્રવાસીઓ (Tourist) માટે હરવા ફરવા અને જોવાલાયક સ્થળોનુ પ્રસાશન અને પ્રવાસન વિભાગ દ્વારા ડેવલોપમેન્ટ કરવામાં આવ્યુ છે. દિવાળી વેકેશન દરમિયાન પ્રવાસીની સંખ્યા વધુ જોવા મળી રહી છે. કોરોનાના કેસમાં ઘટાડો થતા કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉન હટાવતા અને દેશના લોકોને કોવિડ-19ના પાલન કરવા માટે તાકીદ પણ કરવામા આવી છે, છતાં પ્રદેશમાં આવતા પ્રવાસીઓ દ્વારા પ્રવાસન સ્થળો (Tourist destinations) પર કોવિડ-19ના નિયમોનુ ઉલ્લંઘન કરતા જોવા મળે છે.
જેના કારણે બહારથી આવતા લોકો કોરોના સ્પ્રેડર બને તેવી શક્યતા છે. દાનહમા પ્રવેશ કરતા ની સાથે દાદરા ગામે વનગંગા ગાર્ડનમાં બોટિંગ, મ્યુઝિકલ ફુવારા સહિત નાના બાળકો માટે રમવાના ઘણા સાધનો મુકવામાં આવ્યા છે. સેલવાસમાં સચદેવ બાલઉદ્યાન, વનધારા ગાર્ડન, નક્ષત્રવનમાં વિવિધ આયુર્વેદિક વૃક્ષ અને બાળકો માટે વિવિધ રમતોના સાધનો પરિવાર માટે કુટિરની વ્યવસ્થા અને દમણગંગા નદી કિનારે રિવરફ્રન્ટ પર ફરવા ની મઝા, ખાનવેલમાં બટરફ્લાય ગાર્ડન જ્યા એક હજારથી વધુ જાતિના પતંગિયા જોવા મળે છે. જે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.
વાસોણા ગામે આવેલ લાયન સફારીમાં સિંહને જોવા લોકોની ભીડ જોવા મળે છે. સાતમાલિયામાં આવેલ ડિયર પાર્કમાં હરણ, સાબર મોટી સંખ્યામાં રાખવામાં આવ્યા છે. જેને જોવા માટે પ્રવાસન વિભાગ દ્વારા મીની બસ અને ખુલ્લી જીપની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. દૂધની (Dudhni) ખાતે દમણ ગંગા નદી કિનારે જેટી બનાવાઈ છે. જ્યા પ્રવાસીઓને બોટિંગનો આનંદ મળી રહે છે. પ્રદેશમાં પ્રવાસન સ્થળો સાથે વિવિધ ધાર્મિક સ્થળો પણ આવેલા છે, એને જોવા માટે પણ પ્રવાસીઓ આવી રહ્યા છે. પ્રદેશમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોવાને કારણે બધી જ હોટલો હાઉસફુલ છે. ધાબાઓ પર પણ ઘણી ભીડ જોવા મળી રહી છે.
ધરમપુરમાં પ્રવાસીઓની સુવિધામાં વધારો
ધરમપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં સમુદ્ર સપાટીથી અંદાજીત ૨૩૦૦ ફૂટની ઉંચાઈ ઉપર પંગારબારી ગામે વિલ્સન હિલ ખાતે સહેલાણીઓ અને પ્રકૃતિ પ્રેમીઓ ઊભી કરાયેલી વિવિધ સુવિધાઓ ઉભી થઇ છે. જેના પગલે પર્યટકોમાં ખુશી જોવા મળી છે. આ સુવિધાઓનું લોકાર્પણ થોડા દિવસ અગાઉ જ મંત્રી નરેશભાઈ પટેલે કર્યું હતું. ઉપરાંત મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ રૂ.૩૫ લાખના ખર્ચે ૧.૬ કિમીના પંગારબારી વિલ્સનહીલ રોડની રિસરફેસિંગ કામગીરીનું ભૂમિપૂજન પણ કરાયું હતું. આ રસ્તો તાલુકા મથકને તેમજ પ્રવાસ સ્થળ વિલ્સનહીલને જોડતો અગત્યનો રસ્તો છે.