Gujarat

દાદા આજે કચ્છના ધોરડોમાં લશ્કર-બીએસએફના જવાનો સાથે દિવાળી ઉજવશે

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી આવતીકાલથી કચ્છના ધોરડો ખાતે જશે એટલું જ નહીં અહીં જવાનો સાથે દિપાવલીના તહેવારોની ઉજવણી કરશે.કચ્છના ધોરડો ખાતે લશ્કરના જવાનો, બીએસએફના જવાનો, નેવી કોસ્ટ ગાર્ડ તથા એનસીસીના જવાનો પણ કચ્છના ધોરડો ખાતે આવશે, એટલું જ નહીં સીએમ ભૂપેન્દ્ર પટેલ દિવાળી ધોરડોમાં મનાવશે. ગૃહ વિભાગ તથા રમત ગમત વિભાગ દ્વારા અહીં સાંસ્કૃતિક કાર્યક્રમનોનું આયોજન પણ કરાયું છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ અહીં આ સમારંભમાં હાજર રહીને સેનાના જવાનો સાથે સીધો સંવાદ પણ કરશે, આ ઉપરાંત તેઓને મીઠાઈ પણ આપીને શુભેચ્છાની આપ લે પણ કરશે. આ સમારંભમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહેશે.

ગ્રેડ પે પરિવાનો પ્રશ્ન છે એટલે સરકાર તેને ઉકેલશે: હર્ષ સંઘવી
ગાંધીનગરમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા એક પાંચ સભ્યોની કમિટી બનાવવામાં આવી છે. આ કમિટી બધી જ શકયતાઓ ચકાસીને સરકારને રિપોર્ટ સુપ્રત કરશે, જેના પગલે રાજ્ય સરકાર પોઝિટિવ નિર્ણય લેશે. સંઘવીએ કહ્યું હતું કે આ પરિવાનો પ્રશ્ન છે એટલે સરકાર તેને ઉકેલશે.

સત્તા નથી છતાં દંડ વસૂલ કરતાં બે એલઆરડી જવાનોને સસ્પેન્ડ કરાયા
ગઈકાલે સોશિયલ મીડિયા પર અમદાવાદમાં બે એલઆરડી જવાનો ટ્રફિકના નિયમનો ભંગ બદલ મેમો ફાડીને દંડ વસૂલ કરતાં હતા, તેવો વીડિયો વાયરલ થયો હતો. જેના પગલે ગૃહ વિભાગ દ્વારા તપાસ કરીને બન્ને જવાનોનો શોધીને તેમની સામે તપાસ કરીને તેઓને મંગળવારે સસ્પેન્ડ કરી દેવાયા છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે રાજ્ય સરકારે વેપારીઓ દિવાળીના તહેવારો દરમ્યાન રાત્રીના 12 વાગ્યા સુધી વેપાર કરી શકે તેવી છૂટછાટ આપી છે, ત્યારે તેમની સત્તા નથી, તે લોકો દંડ વસૂલ કરે તે પણ યોગ્ય નથી, માટે તેમને ફરજ પરથી સસ્પેન્ડ કરાયા છે

Most Popular

To Top