ડભોઈ: ડભોઈ નજીક આવેલ ફરતિકુઈ ઉમિયા ટ્રેડર્સ ખાતે લાકડાના પેલેટ બનાવવાની સામગ્રીમાં વહેલી સવારે ૪:૩૦ વાગ્યા ના સુમારે ભયંકર આગ ભભુકી ઉઠતા આશરે ૨૦ થી ૨૫ લાખ રૂ.નો નુકસાન થવા પામ્યું.
જ્યારે કારખાના માં હાજર વર્કરોના જણાવ્યા મુજબ આગ લાગવાનું પ્રાથમિક કારણ સોર્ટ સર્કિટ થવાનું જાણવા મળ્યું હતું. સોર્ટ સર્કિટ ના તણખાઓથી લાગેલ આંગે જોત જોતામાં વિનાશક અને વિકરાળ રૂપ ધારણ કરતા આકાશ માં ધુવાડાનાં ગોટે ગોટા જોવાતા આસપાસ ના માહોલ માં અફરા તફરી અને ભયનો માહોલ વ્યાપી જવા પામ્યો હતો
ઉમિયા ટ્રેડર્સ ના માલિક જયેશભાઈ પટેલ ને વર્કરો દ્વારા બનાવની જાણ કરાતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી વડોદરા અગ્નિશામક દળ અને ડભોઈ અગ્નિશામક દળ ને જાણ કરતા અગ્નિ સામક દળ ના ફાયર ફાઇટરો તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી ભયંકર આગ ને કાબૂમાં લેવા યુદ્ધ ના ધોરણે સઘન પ્રયાસો કરી આંગ ને કાબૂમાં લેવાઈ હતી.જ્યારે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થવાનું જણાઈ આવ્યું નથી.