Vadodara

ઝાડના લાકડા વેચવાના કૌભાંડ પર ઢાંકપીછોડો

વડોદરા: વડોદરા શહેરના નવાપુરા વિસ્તારમાં આવેલા દશા માતાજીના મંદિરે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હોય આ દરમિયાન નડતરરૂપ વૃક્ષોનું ટ્રીમિંગ કરી લાકડા બારોબાર વેચી દેવાના કારસા પર પાણી ફરી વળ્યું હોવાનો કિસ્સો સામે આવ્યો હતો.જોકે સમગ્ર મામલે સ્થાનિક કોર્પોરેટરે કોર્પોરેશન પાસે માણસો નહીં હોવાથી ખાનગી માણસને બોલાવી ટ્રીમિંગ કરાવી લાકડાને ખાસવાડી સ્મશાનમાં મોકલી દઈ આ બાબતની જાણ મેયર,સ્થાયી અધ્યક્ષ અને મ્યુ.કમિને કરી હોવાનું જણાવ્યું હતું.

વડોદરા શહેરના ચૂંટણી બોર્ડ નંબર 13 માં સમાવેશ નવાપુરા વિસ્તારમાં આવેલા દશા માતાજીના મંદિરે ભવ્ય ભંડારાનું આયોજન આગામી 8 તારીખે કરવામાં આવ્યું છે જેમાં 5000 જેટલા ભક્તો ભંડારામાં જોડાશે ત્યારે કેટલાક વૃક્ષો નડતરરૂપ હોય ભક્તોને અડચણ ન પડે તે માટે સ્થાનિકો દ્વારા વિસ્તારના કાઉન્સિલર ને આ વૃક્ષો ટ્રીમિંગ કરવા જણાવ્યું હતું. જેથી કાઉન્સિલરે પહેલા કોર્પોરેશનને જાણ કરી પરંતુ તેમના કહ્યા મુજબ કોર્પોરેશન પાસે માણસો ન હોવાથી આજે આવશે કાલે આવશે તેમ જણાવતા કાઉન્સિલરે ખાનગી માણસને બોલાવી ઝાડ ટ્રીમિંગ કરાવી લાકડા સ્મશાનમાં મોકલી દીધા હોવાનું જણાવ્યું હતું.

જ્યારે સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ઝાડનું ટ્રેનિંગ કર્યા બાદ મંદિર પાસે જ લાકડા મૂકી રાખ્યા હોવાની વાત ધ્યાને આવતા મીડિયા કર્મીઓ સ્થળ પર પહોંચ્યા હતા જ્યાં આ લાકડા બારોબાર વેચી મારવા હોવાનું ષડયંત્ર હોવાની ગંધ આવી હતી. આ વાતની જાણ સ્થાનિક કોર્પોરેટર જાગૃતીબેન કાકાને થતા તેઓ પણ સ્થળ પર પહોંચ્યા હતા જોકે સમગ્ર બાબતે તેમણે વાતનો ખુલાસો કર્યો હતો.

સૂત્રો દ્વારા એમ પણ જણાવ્યું હતું કે કોર્પોરેશનને જાણ કર્યા વિના આ લાકડાનો જથ્થો બારોબાર સગે વગે કરવાનો હતો.જોકે મીડિયા આવી જતા પોતાના ઉપર દોષનો ટોપલો ઢળી ન પડે તે માટે લાકડાનો જથ્થો સ્મશાનમાં મોકલી દીધો હોવાનું જાણવા મળ્યું છે. જોકે સમગ્ર બનાવીને પગલે હકીકત જાણવા માટે પાર્ક્સ એન્ડ ગાર્ડનના ડાયરેક્ટર મંગેશ જયસ્વાલ તેમજ સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર હિતેન્દ્ર પટેલને ટેલીફોનિક સંપર્ક સાધવાનો પ્રયાસ કરતા તેમણે કોલ રીસીવ નહીં કરતા આ બાબતે હકીકત અકબંધ રહેવા પામી હતી.

નવાપુરા મા આવેલા દશામાં નો 8 તારીખે ભંડારો છે.મંદિર ના પ્રાંગણમાં બે સપ્તપણીના અને બે વડના સહિતની ચાર વિશાળ ઘટાટોપ ઝાડ હતા. આશરે પાચ હજાર માણસોને સમાવવા માટે ત્યાં મંડપ બાંધવો અનિવાર્ય હતો તો બીજી તરફ પ્રસાદ અર્થે રસોડું બનાવવાનું હતું જેથી સ્થાનિક લોકો એ મને ટ્રીમિંગ કરી આપો તેમ જણાવતા મેં ગાર્ડન શાખામાં વાત કરી હતી પણ ગાર્ડન શાખામાં માણસો ઓછા હશે બે ત્રણ દિવસથી કાલે કાલે મોકલીશું તેમ કરતા હતા. મારા ઘરની બહાર જ મંદિર મારીં બાજુમાં જ છે.ત્યાંના સ્થાનિકો એ મને જણાવ્યું કે બેન શું થયું જેથી મેં પોતે પૈસા આપી ખ દશા માતા ના મંદિરની સેવા અર્થે ખાનગી માણસને બોલાવી મજૂરોના પૈસા આપીને કામગીરી કરાવી હતી.લાકડા બાબતે તેણે મને પૂછતા મેં કોઇબી સ્મશાનમાં મોકલી દેવાના કશો વાંધો નથી જોકે આમાં કોઈકે મીડિયા ને જાણ કરતા આવી ગયા હતા. જેથી મેં જણાવ્યું કે મારો વિસ્તાર છે હું કોઈ પણ કામ કરાવી શકું મારે મારા વિસ્તારના લોકોની તકલીફ જોવાની છે. અને કાલે કોઈ એવું કહે કે કોર્પોરેટરને આટલી બધી વખત કીધું અને ના કર્યું મેં મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને મ્યુનિસિપલ કમિશનરને પણ કરી દીધી છે એટલે કોર્પોરેશનના કોઈ કર્મચારી જાણતા નથી એવું પણ નથી.
-જાગૃતિબેન કાકા, કાઉન્સિલર વોર્ડ 13

ખાસવાડી સ્મશાન નો કોઇ માણસ નથી
શહેરનાં સતર્ક મીડિયાના માધ્યમથી મળેલા ફોટા વિડીઓ જોતા જ ખાસવાડી સ્મશાન ના માણસ નહી હોવાનું જણાવતા ઇજારદાર અનુપમ પાંડે ખુદ ચોકી ઉઠ્યા હતા. દશામાના મંદિર પાસે ઝાડ કાપવાની બાબતે હોબાળો મચ્યો હતો નગરસેવકોની હાજરીમાં ઝાડનાં લાકડાં બાબતે હોબાળો મચતા સમગ્ર તંત્રની આંખમાં ધૂળ નાખવા નો પ્રયાસ કર્યો હતો. કૌંભાંડ પર ઢાક પીછોડો કરવાના ઇરાદે જૂઠ્ઠાણું ચલાવીને આખરે સ્મશાનમાં લાકડા મોકલી આપવામાં આવ્યા હતા. કારણ કે ઝાડ કાપતો ઈસમ સ્મશાનનો હોવાનું રટણ કરતા ભેજાબાજો ની ટોળકી ઉઘાડી પડી જતા ના છૂટકે બપોર બાદ ઝાડના લાકડા સ્મશાને રવાના કરવા પડ્યા હતા.

Most Popular

To Top