ભારતના નવા નિયુકત મુખ્ય ન્યાયમૂર્તિ જસ્ટીસ રમણાએ પોતાના તટસ્થ અભિગમ, કાનૂની તરફ પૂર્ણ નિષ્ઠા તેમજ પોતાના નિર્ભિક અને સ્પષ્ટ વકતાઓથી સારી છાપ ઉપસાવી છે. તાજેતરમાં તેમની પહેલથી સર્વોચ્ચ અદાલતમાં ત્રણ મહિલાઓ સહિત 12 ન્યાયાધીશોની નિમણૂંક કરવામાં આવી. તેમણે લીધેલ એક પછી એક સારા પગલાંઓનાં કારણે વકીલ આલમમાં તેમને સચિન તેંડુલકરનું બિરુદ અપાયું છે. આ બિરુદનો ઉલ્લેખ કરતાં કહ્યું કે રમતની જેમ જ અમારું પણ ટીમવર્ક છે. તેમણે કોલેજીયમના અન્ય સભ્યો જસ્ટીસ ચંદ્રાચુડ, જસ્ટીસ લલિત તેમજ જસ્ટીસ ખાનવલકર અને ભારત સરકારનાં પણ નામોને ઝડપથી મંજૂરી આપવા બદલ આભાર માન્યો હતો.
બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ તેમનાં સન્માનમાં યોજેલ સમારોહમાં તેમણે હાઇકોર્ટમાં ખાલી રહેલ આશરે 40% જેટલી જગ્યાઓ ટૂંક સમયમાં ભરવાનો તેમણે આત્મવિશ્વાસ પ્રગટ કર્યો હતો. એ યાદ રહે કે તેમની અગાઉના ભારતના મુખ્ય ન્યાયમૂર્તિના આશરે 2 વર્ષના કાર્યકાળ દરમ્યા સર્વોચ્ચ અદાલત કે કોઇ હાઇકોર્ટ માટે કોઇ નામની ભલામણ કરાઇ ન હતી. જયારે વર્તમાન કોલેજીયમે કલકત્તા, રાજસ્થાન તેમ જ અલ્હાબાદની હાઇકોર્ટસ માટે 68 નામોની ભલામણ કરી છે. તેમના વડપણ હેઠળની સર્વોચ્ચ અદાલત પાસેથી એવી આશા જરૂર રાખી શકાય કે કાયદાનું ખોટું અર્થઘટન કરી સરકારની તરફેણ કરશે નહીં.
પાલનપુર – અશ્વિનકુમાર ન. કારીઆ -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.