Gujarat

રાજ્યમાં ઈ-ટ્રાફિક કોર્ટ શરૂ થશે : ઈ મેમો નહીં ભરનારા સામે FRI દાખલ થશે

અમદાવાદ: રાજ્યમાં પોલીસ (Police) દ્વારા ઇ-મેમો (E-Memo) આપવામાં આવી રહ્યો છે, પરંતુ કેટલાક લોકો દ્વારા આ દંડની રકમ ભરવામાં આવતી નથી. તેવા સંજોગોમાં રાજ્યમાં હવે ઈ-ટ્રાફિક (E-Trafic) કોર્ટની શરૂઆત થાય એવા સંકેતો ગુજરાત હાઇકોર્ટ (Gujarat Highcourt) દ્વારા આપવામાં આવ્યા છે.

રાજ્યમાં ઈ-ટ્રાફિક મેમાની દંડની રકમ નહીં ભરવાના મામલે હાઇકોર્ટમાં થયેલી જાહેરહિતની અરજીની સુનાવણીમાં હાઇકોર્ટના ચીફ જસ્ટિસે રાજ્યમાં ઈ ટ્રાફિક કોર્ટ શરૂ થવાના સંકેત આપ્યા છે. આ કોર્ટમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે તેમજ ટ્રાફિકના નિયમો તોડનારને ઈ-મેમોની સાથે તેમની વિરુદ્ધ એફઆરઆઈ પણ દાખલ કરવામાં આવશે. જો ઈ-મેમાની દંડની રકમ ભરવામાં નહીં, આવે તો ઈ- ટ્રાફિક કોર્ટમાં આવા લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે. રાજ્યમાં ઈ-ટ્રાફિક મેમાની દંડની રકમ નહીં ભરવાના મામલે હાઈકોર્ટમાં થયેલી અરજીની વધુ સુનાવણી 1લી જુલાઈના રોજ હાથ ધરાશે.

Most Popular

To Top