અરવિંદ કેજરીવાલની (Arvind Kejriwal) દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં ધરપકડ કરાઈ છે. આ દરમિયાન કેજરીવાલને રાઉસ એવન્યુ કોર્ટ તરફથી પણ મોટો ઝટકો લાગ્યો છે. અરવિંદ કેજરીવાલને રાઉઝ એવન્યુ કોર્ટે ED કસ્ટડીમાં (Custody) મોકલી દીધા છે. કોર્ટમાં સુનાવણી દરમિયાન EDએ કહ્યું કે અરવિંદ કેજરીવાલ દારૂ કૌભાંડના માસ્ટરમાઇન્ડ છે. આ દરમિયાન ઈડીએ કોર્ટ પાસે અરવિંદ કેજરીવાલના રિમાન્ડની માંગણી કરી જેથી વધુ પૂછપરછ કરી શકાય. આ દરમિયાન EDએ કોર્ટ પાસે 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. ત્યારબાદ રાઉઝ એવન્યુ કોર્ટે અરવિંદ કેજરીવાલના 6 દિવસના રિમાન્ડ EDને આપ્યા હતા.
અરવિંદ કેજરીવાલની ગુરુવારે રાત્રે ધરપકડ કરાયા બાદ શુક્રવારે દિવસ દરમિયાન બંને પક્ષો વચ્ચે સુનાવણી ચાલી રહી હતી. હવે રાઉઝ એવન્યુ કોર્ટે અરવિંદ કેજરીવાલના રિમાન્ડ EDને આપી દીધા છે. તમને જણાવી દઈએ કે આ સમયગાળા દરમિયાન EDએ કોર્ટમાં દાવો કર્યો હતો કે દારૂ કૌભાંડમાં મળેલી રકમનો ઉપયોગ ગોવા વિધાનસભા ચૂંટણીમાં કરવામાં આવ્યો હતો. EDએ કહ્યું કે કેજરીવાલે લાંચ માંગી હોવાના પુરાવા છે. આ કેસમાં આરોપી વિજય નાયર અરવિંદ કેજરીવાલ માટે કામ કરતો હતો. તેમજ કેજરીવાલે ઉદ્યોગપતિઓ પાસેથી પૈસા લીધા અને સાઉથ લોબી પાસેથી પૈસા માંગ્યા. તમને જણાવી દઈએ કે ED આ કેસમાં BRS નેતા કે કવિતાની ધરપકડ કરી ચૂકી છે. તેમજ આજે કોર્ટ દ્વારા કે. કવિતાની જામીન અરજી પણ ફગાવી દેવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે અરવિંદ કેજરીવાલની ગુરુવારે રાત્રે ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આ પછી અરવિંદ કેજરીવાલના સમર્થકો અને આમ આદમી પાર્ટીના નેતાઓ રસ્તા પર ઉતરી આવ્યા છે. આ દરમિયાન આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ રાયે INDI ગઠબંધનના ઘટક પક્ષોને પણ આ રાષ્ટ્રવ્યાપી વિરોધમાં ભાગ લેવા જણાવ્યું હતું. તમને જણાવી દઈએ કે રાઉઝ એવન્યુ કોર્ટ પહેલા અરવિંદ કેજરીવાલના વકીલ અભિષેક મનુ સિંઘવીએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. પરંતુ સુપ્રીમ કોર્ટે તેમને રાઉઝ એવન્યુ કોર્ટ અથવા હાઈકોર્ટનો સંપર્ક કરવા કહ્યું, ત્યારબાદ કેજરીવાલે તેમની અરજી પાછી ખેંચી લીધી.