SURAT

નશો કરી યુવતીને કચડી મારનાર અતુલ વેકરીયા પર કોરોના મહેરબાન

SURAT : યુવતીને કચડી નાંખનાર પીધ્ધડ અતુલ વેકરિયા ( ATUL VEKRIYA ) પર પોલીસ પહેલેથી જ મહેરબાન છે. તેમાં પણ હવે કોવિડના ( COVID ) નામ પર તેને જેલમાં નહી જવું પડે તે માટે તખ્તો ગોઠવાઇ ગયો છે. તેનો કોવિડ પોઝિટીવ ( COVID POSITIVE) હોવાનું જણાવીને તેને વીવીઆઇપી ટ્રીટમેન્ટ ( VVIP TREATMENT ) અપાઇ રહી હોવાની ચર્ચા છે.

ઉમરા પોલીસ દ્વારા પેહેલેથી જ અતુલ વેકરિયાને જેલમાં નહી જવુ પડે તે માટે કાયદાઓની આંટીઘૂટી લાવીને પીઆઇ ઝાલા દ્વારા આ આરોપીને જામીન પર છો઼ડી દેવામાં આવ્યો હતો. બાદમાં અતુલ વેકરિયા મામલે પોલીસની ઇજજતની ધૂળ ધાળી થઇ જતા તેની સામે 304નો ગુનો દાખલ કરવો પડયો હતો. હવે આ આરોપીને કોવિડ હોવાનું જણાવીને આરટીપીસીઆર રિપોર્ટની ( RTPCR REPORT ) ઓથ લઇને તેને જેલના સળિયા પાછળ ધકેલવામાં નથી આવી રહ્યો હોવાની વાત છે. સરવાળે પોલીસની આ વાત સાચી છે કે ખોટી તે તો કહેવુ મુશ્કેલ છે પરંતુ અતુલ વેકરિયાનો હાલમાં પોલીસની મહેરબાનીથી જેલ યોગ નહી હોવાની વાત ચર્ચાનો વિષય બની છે.

સુરત(Surat)માં ત્રણથી વધુ લોકોને ઉડાવનાર જાણીતી અતુલ બેકરી (Atul Bakery) ના માલિક અતુલ વેકરિયા (Atul Vekariya)ની અટકાયત કરવામાં આવી છે. કોરોના ટેસ્ટ (Corona test) બાદ અતુલ વેકરિયાની ધરપકડ કરવામાં આવી છે. છેલ્લે સુધી કાર ન હંકારવાનો દાવો કર્યો હતો. સુરત અતુલ બેકરી ના માલિક અતુલ વેકરિયા દ્વારા અકસ્માત કરવામાં આવ્યો હતો. 

રાત્રે 3 મોપેડને અડફેટે લીધા હતા. 1 યુવતીનું મોત થયું હતું . અન્ય 2 મહિલા ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડવામાં આવી હતી . અતુલ વેકરીયાએ બેફામ કાર હંકારતા 3 વ્યક્તિઓને હડફેટે લીધા હતા. વેસુ વિસ્તારની જે.એચ. અંબાણી હાઇસ્કૂલ પાસેથી અતુલ વેકરીયા કાર લઇને પસાર થઇ રહ્યા હતા. ત્યારે અચાનક જ 3 મોપેડને અડફેટે લીધા હતા. જેમાં મોપેડ ચાલકને ગંભીર ઇજાઓ થઈ હતી. આ ઘટનાની જાણ થતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચી અતુલ વેકરીયાની અટકાયત કરી હતી. અતુલ વેકરીયા વારંવાર પોલીસની સામે પોતે ગાડી ન હંકારતો હોવાની વાત કરી રહ્યા હતા અને જણાવી રહ્યા હતા કે, ડ્રાઈવરે ગાડી ચલાવતી વખતે અન્ય મોપેડને અડફેટે લીધી હતી. 

સમગ્ર ઘટના દરમ્યાન અતુલ વેકરીયા જ્યારે પોતાનો ખુલાસો આપી રહ્યા હતા ત્યારે પોલીસે રસ્તા પર લાગેલા સીસીટીવી જોયા બાદ સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી , આ ઘટનામાં મોપેડ ચલાવતી મહિલાને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી. જેમનું સારવાર દરમિયાન મોત થયું છે. આ મામલે પોલીસે અતુલ વેકરીયાની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરી હતી.

Most Popular

To Top