કેન્દ્રિય આરોગ્ય મંત્રાલયે રવિવારે જણાવ્યું હતું કે, કોવિડ -19 રસીના ડોઝની સંખ્યાના સંદર્ભે ભારત વિશ્વનો ત્રીજો ક્રમનો દેશ બન્યો છે. ભારતથી આગળ માત્ર યુનાઇટેડ સ્ટેટ્સ અને યુનાઇટેડ કિંગડમ જ છે. મંત્રાલયે કહ્યું હતું કે, ભારતના 12 રાજ્યોમાં પ્રત્યેક રાજયદીઠ 2 લાખથી વધુ લાભાર્થીઓને રસી આપવામાં આવી છે.
રસી અપાયેલા તમામ લાભાર્થીઓમાં માત્ર ઉત્તર પ્રદેશમાં 6,73,542 લોકોને રસી આપવામાં આવી છે. 7 ફેબ્રુઆરી સવારે 8 વાગ્યા સુધીમાં દેશભરની કોવિડ -19 રસીકરણ અભિયાન હેઠળ કુલ 57.75 લાખ લાભાર્થીઓને રસી મળી ગઈ છે. મંત્રાલયે જણાવ્યું હતું કે, આ રસીકરણમાં 53,04,546 આરોગ્ય કર્મચારીઓ અને 4,70,776 ફ્રન્ટલાઈન કર્મચારીઓ શામેલ છે.
છેલ્લા 24 કલાકના સમયમાં 8,875 સત્રોમાં 3,58,473 લાભાર્થીઓને રસી આપવામાં આવી હતી. આ ઉપરાંત, અત્યાર સુધીમાં કુલ 1,15,178 સત્રો યોજવામાં આવ્યા છે. મંત્રાલયે જણાવ્યું હતું કે, દૈનિક રસી આપવામાં આવતા લાભાર્થીઓની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં દરરોજ 80 કરતા ઓછા મૃત્યુ નોંધાયા છે, જે નવ મહિનામાં સૌથી ઓછા છે. દેશનો કુલ COVID-19 સક્રિય કેસ 1.48 લાખ છે જે ભારતના કુલ ચેપના 1.37 ટકા છે.