વૉશિંગ્ટન (Washington): એક વર્ષ પહેલા દુનિયાના મોટેભાગના લોકો જે શબ્દથી અજાણ હતા, તે એક વર્ષમાં આટલી દહેશત ફેલાવી દેશે એની કોઇએ કલ્પના પણ નહોતી કરી. હવે રસી આવ્યા પછી બધાને એક જ પ્રશ્ન થતો હશે કે કોરોના (Corona virus/Covid-19) ક્યારે જશે? ઘણા લોકોએ તો એવું માની જ લીધું છે કે કોરોના જતો જ રહ્યો છે. પણ અમારી પાસે આ સવાલનો એક અંદાજિત તર્ક-આધારિત જવાબ છે. હાલમાં વૈજ્ઞાનિકોએ એક ગણતરી કરે છે, જે મુજબ કોરોના વાયરસને સંપૂર્ણરીતે નાબૂદ કરવામાં સાત વર્ષનો સમય લાગી શકે એમ છે.
હકીકતમાં વિશ્વભરના મોટેભાગના દેશોમાં રસીકરણ કાર્યક્રમ (vaccination programme) શરૂ થઇ ચૂક્યો છે. વૈજ્ઞાનિકોએ વિવિધ દેશોમાં ચાલતા રસીકરણ કાર્યક્રમના આધારે એક ગણતરી કરી છે, આ ગણતરીના આધારે વિશ્વના દરેક વ્યકતિને કોરોનાની રસીનો ડોઝ મળતા અને ત્યારબાદ લોકોમાં ‘હર્ડ ઇમ્યુનિટી’ વિકસતા અંદાજિત આટલો સમય થશે એવું તેમનું કહેવુ છે. બધા દેશોને તેમની 75% વસ્તી રસીકરણ માટે સાત વર્ષ જેટલો સમય લાગશે. 75% વસ્તીને રસી અપાવવાનો અર્થ એ છે કે ‘હર્ડ ઇમ્યુનિટી’ (herd immunity) સુધી પહોંચવુ. અને જ્યારે ‘હર્ડ ઇમ્યુનિટી’ હાંસલ થાય છે ત્યારે વાયરસનો ફેલાવો અટકી જાય છે.
જાણવા મળ્યુ છે કે વિશ્વમાં દરરોજ 4 મિલિયનથી વધુ લોકોને રસી આપવામાં આવી રહી છે. મળતી માહિતી અનુસાર અત્યાર સુધીમાં અમેરિકામાં (US) 8.7% વસ્તીને રસી અપાઇ ચૂકી છે. અમેરિકામાં દરરોજ સરેરાશ 1.3 મિલિયનથી વધુ લોકોને રસી આપવામાં આવી રહી છે, પરંતુ ધીરે ધીરે રસીકરણ માટે લોકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. રસીકરણ અભિયાન અનુસાર, અમેરિકા વિશ્વમાં છઠ્ઠા ક્રમાંક પર છે પરંતુ અમેરિકા હર્ડ ઇમ્યુનિટી 2022 સુધીમાં હાંસલ કરશે.
યુએઈ (UAE), યુકે અને બહેરીને આ ત્રણેય દેશોએ પણ તેમની વસ્તીના 11.8 ટકા લોકોને રસી આપી દીધી છે. યુકેમાં દરરોજ 4.38 લાખથી વધુ લોકોને રસીનો ડોઝ આપવામાં આવે છે. આ વર્ષ સમાપ્ત થાય તે પહેલાં યુકેમાં હર્ડ ઇમ્યુનિટી મળી શકે છે. જો કે સમાચાર આવ્યા છે કે ઑક્સવર્ડ-એસ્ટ્રાઝેનેકાની રસી કોરોનાના નવા પ્રકાર પર અસરકારક નથી. તે જ સમયે, જોહ્ન્સન એન્ડ જોહ્ન્સન અને નોવાવેક્સે પણ જણાવ્યું છે કે નવા તાણ સામે તેમની રસી અસરકારક નથી. એ જ રીતે, મોડર્ના નવા વેરિઅન્ટ (new variant of corona) માટે બૂસ્ટર શોટ તૈયાર કરી રહી છે, જ્યારે ફાઈઝર-બાયોએનટેક રસી પણ ઓછી અસરકારક હોવાનું જણાયું છે. બ્રિટને ઑક્સફર્ડ રસીના 100 મિલિયન ડોઝ ખરીદ્યા છે અને લાખો લોકોને રસી આપવામાં આવી રહી છે.