સંતરામપુર : સંતરામપુરમાં કોરોનાનું સંક્રમણ ફેલાય નહીં તે માટે કોરોનાની રસી મુકવાનો બીજા તબક્કાનો શુભારંભ થયેલ છે. કોરોનાની રસીકરણના પ્રથમ તબકકામાં સંતરામપુર તાલુકામાં આરોગ્ય વિભાગ ના 975 કર્મચારીઓને આઈસીડીએસ વિભાગના 702 કર્મચારીઓ મહેસુલ વિભાગના 51 કર્મચારીઓને નગરપાલિકા સંતરામપુરના 94 કર્મચારીઓને તાલુકા પંચાયત સંતરામપુરના 130 કર્મચારીઓને ઇરીગેશન વિભાગના 6 કર્મચારીઓને પશુપાલન વિભાગના 21 કર્મચારીઓને પોલીસ વિભાગના 500 કર્મચારીઓને શિક્ષકો કુલ 1226 મળીને કુલ 3705 કર્મચારીઓને કોરોનાની રસી મુકવામાં આવી છે.
તાલુકામાં કોરોનાની રસી મુકવાનો પ્રથમ ડોઝના નક્કી કરેલ કુલ ટાર્ગેટ 4149ના ટાર્ગેટ સામે 3705 વ્યક્તિઓને રસી મુકવામાં આવી છે. તથા કોરોનાની રસીનો બીજો ડોઝ મુકવાની કામગીરી પણ હાલ પ્રોગ્રેસમાં જોવા મળે છે.
રસીકરણની બીજો ડોઝ મુકવાની કામગીરી પણ હાલ પ્રોગ્રેસમાં જોવા મળે છે. અને બીજા તબક્કાનો શુભારંભ થયેલ છે ને બીજા તબક્કાની કોરોનાની વેકસીનની રસી મુકવાની કામગીરીમાં તાલુકામાં 3107 કર્મચારીઓને રસીકરણની કામગીરી થયેલ છે.
કોરોનાનું સંક્રમણ ફેલાય નહીં તે માટે કોરોનાની રસીનો લાભ વધુને વધુ લોકો લે તે માટે જીલ્લા વહીવટી તંત્રને જીલ્લાનું આરોગ્ય વિભાગને તાલુકા બ્લોક હેલ્થ કચેરી સંતરામપુરને આરોગ્યનો સ્ટાફ સક્રિય રીતે કામગીરી કરી રહેલ છે. તાલુકામાંને નગરમાં 45 વર્ષથી 59 વર્ષ સુધી 104 વ્યક્તિઓને રસી મુકવામાં આવી છે.
અને સીનીયર સીટીઝન એવા 60 પ્લસ વ્યક્તિઓને રસી મુકાવનાર લાભાર્થી 7060 છે. સંતરામપુર સ્ટેટ હોસ્પીટલમાં દવાખાનાના કામકાજના દિવસોમાં સવારના 10 કલાકથી બપોરના 3 કલાક સુધી કોરોનાની રસી મુકવાની કામગીરી પણ હાલ ચાલી રહી છે.