Gujarat

કોરોનાને કારણે ગુજરાતમાં કરવેરાની આવકમાં 29641 કરોડની ઘટ

GANDHINAGAR : વર્ષ 2020-21 માં રાજ્યની વિવિધ પ્રવૃતિઓ માટે કુલ રૂ 217287 કરોડનું અંદાજીત બજેટ જાહેર કરવામાં આવ્યુ હતું, જેની સામે વર્ષના અંતે સંભવિત ખર્ચના આંકડાઓ વર્ષ 2020-21 ની બજેટમાં જાહેર કરવામાં આવ્યા છે. વર્ષ 2020-21 ના અંદાજીત ખર્ચની સામે વર્ષાંતે રૂ. 205026 કરોડનો સંભવિત ખર્ચ સૂચવવામાં આવ્યો છે. આમ વર્ષ 2020-21 ના અંતે નાણાકીય આવકોના ઘટાડાના કારણે લગભગ રૂ 12261 કરોડનું બજેટ ઓછું ખર્ચાશે તેવુ આંકડાઓ પરથી ફલિત થાય છે.


પાથેય બજેટ સેન્ટરના સૂત્રોએ વર્ષ 2020-21 ના અંદાજપત્રીય બજેટ ડોક્યુમેન્ટસનું વિશ્લેષણ કર્યા બાદ જણાવ્યું હતું કે વર્ષ 2020-21 માં કેન્દ્રીય કરવેરાના હિસ્સાની મળવાપાત્ર અંદાજીત રૂ. 26646.46 કરોડની આવક સામે વર્ષાંતે સંભવિત રૂ.18689.43 કરોડની રકમ મળશે આમ કેન્દ્રની કરવેરાની મળવા પાત્ર રકમમાં રૂ. 7957 કરોડનો ઘટાડો સૂચવવામાં આવ્યો છે. જ્યારે રાજ્યની પોતાના કરવેરાની આવકોમાં પણ વર્ષ 2020-21 માં અંદાજીત રૂ.105107 કરોડની રકમ સામે સંભવિત કરવેરાઓની આવક રૂ. 83423.89 કરોડ સૂચવવામાં આવી છે. આમ રાજ્યના પોતાના કરવેરાની આવકમાં પણ રૂ. 21684 કરોડની રકમ ઓછી મેળવશે. આમ રાજ્યની કુલ કરવેરાની રૂ. 29641 કરોડની ઓછી થવાની સંભવના છે. આવક ઓછી થવાનું કારણ કોરોના અને એના કરાણે લાગુ કરાયું લોકડાઉન છે. જેનાથી આર્થિક પ્રવૃતિઓ પર બ્રેક લાગી હતી. જેના કારણે વર્ષ 2020-21 માં વિવિધ વિભાગોની બજેટ જોગવાઇ સામે સંભવિત ખર્ચમાં ઘટાડો સૂચવવામાં આવ્યો છે.

વર્ષ 2020-21 માં વિભાગવાર કરવામાં આવેલા નાણાંકીય જોગવાઇઓ સામે વર્ષના અંતે સંભવિત ખર્ચના સુધારેલા આંકડાઓ પરથી તારણ કાઢવામાં આવ્યું છે કે રાજ્યના કુલ ૨૮ વિભાગોની અંદાજપત્રીય જોગાવાઇઓ પૈકી માત્ર 8 વિભાગો અંદાજપત્રીય અંતર્ગત ફાળવેલી નાણાકીય જોગવાઈ કરતાં વધારે ખર્ચ કરશે અને 20 વિભાગો વર્ષના અંતે ફાળવામાં આવેલી નાણાકીય જોગવાઇઓ કરતા ઓછો ખર્ચ નોંધાશે.


વધારે ખર્ચ સૂચવવામાં આવ્યો છે તે વિભાગો
વધારે ખર્ચ સૂચવવામાં આવ્યો છે, તેમાં મુખ્યત્વે, શિક્ષણ વિભાગ માટે રૂ.104.74 કરોડ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ રૂ.103.54 કરોડ, અન્ન-નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોનો વિભાગ રૂ.196.14 કરોડ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ રૂ. 101.28 કરોડ, ઉદ્યોગ અને ખાણ વિભાગ રૂ.101.30 કરોડ, મહેસૂલ વિભાગ રૂ.133.10 કરોડ, માર્ગ અને મકાન વિભાગ રૂ. 107.25 કરોડ અને મહિલા અને બાળ વિકાસ વિભાગ રૂ. 138.38 કરોડની જોગવાઈને સમાવેશ થાય છે.


ઓછો ખર્ચ નોંધાશે તે વિભાગો
ઓછો ખર્ચ નોંધાશે તેમાં નાણા વિભાગમાં રૂ. 9025 કરોડની જોગવાઇ સામે ઓછો ખર્ચ નોંધાશે. ઉપરાંત નર્મદા જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગની રૂ. 3165 કરોડ, કૃષિ અને સહકાર અને ખેડૂત કલ્યણ વિભાગ તેમની પ્રવૃતિઓના અંદાજીત બજેટ રૂ. 6722 કરોડ સામે રૂ.6137 કરોડનો ખર્ચ નોંધાશે અને વર્ષના અંતે રૂ.585 કરોડની બજેટ રકમ ઓછી ખર્ચ કરશે. ગૃહ વિભાગ રૂ.698 કરોડ, માહિતી અને પ્રસાણ વિભાગ રૂ. 2 કરોડ, કાયદા વિભાગ રૂ.125 કરોડ, પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગ રૂ. 677 કરોડ, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ 2 કરોડનો ઓછો સંપૂર્ણ ખર્ચ કરશે. સમાજ કલ્યાણ વિભાગ સંભવિત રૂ.84 કરોડ, અનૂસૂચિત પેટા જાતિ વિકાસ રૂ. 534 કરોડ, શ્રમ અને રોજગાર વિભાગ રૂ.244 કરોડ, આદિજાતિ વિકાસ વિભાગ સંભવિત રૂ. 1538 કરોડ, શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ રૂ. 219 કરોડ જ્યારે ક્લાઈમેન્ટ ચેન્જ વિભાગનો રૂ. 345 કરોડનો, નાણા વિભાગ દ્વારા સંભવિત રૂ. 9025 કરોડનો, સામાન્ય વહીવટ વિભાગનો રૂ.445 કરોડ અને વન અને પર્યાવરણ વિભાગનો સંભવિત રૂ. 352 કરોડનો ઓછો ખર્ચ નોંધાશે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top