Gujarat Main

રાજ્યમાં કોરોના નિયંત્રણમાં આવવા લાગ્યો: નવા 3,187 કેસ: 45ના મોત

રાજ્યમાં સોમવારે કોરોનાના નવા 3,187 કેસ નોંધાયા હતા ને 45 દર્દીના મોત થયા છે. જેમાં અત્યાર સુધીમાં કુલ મૃત્યુ આંક 9621 થયો છે. બીજી તરફ સોમવારે 9,305 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 7,13,065 દર્દીઓ સાજા થયા છે. સોમવારે અમદાવાદ મનપામાં 8, સુરત મનપામાં 2, સુરત ગ્રામ્યમાં 4, વડોદરા મનપામાં 3, વડોદરા ગ્રામ્યમાં 2, રાજકોટ મનપામાં 1, રાજકોટ ગ્રામ્યમાં 2, જામનગર મનપામાં 1, ભાવનગર મનપા 1, જૂનાગઢ મનપા 1, મહેસાણામાં 3, સહિત કુલ 45 દર્દીએ જીવ ગુમાવ્યાં છે. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન અમદાવાદ મનપામાં 459, સુરત મનપામાં 181, વડોદરા મનપામાં 337, રાજકોટ મનપામાં 152, ભાવનગર મનપામાં 63, ગાંધીનગર મનપામાં 31, જામનગર મનપામાં 87 અને જૂનાગઢ મનપામાં 66 કેસ નોંધાયા છે.

જ્યારે સુરત ગ્રામ્યમાં 86, જામનગર ગ્રામ્ય 52, વલસાડ 42, મહેસાણા 46, વડોદરા ગ્રામ્ય 118 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં હાલમાં એક્ટિવ કેસોની સંખ્યામાં 68,971 છે. વેન્ટિલેટર ઉપર 648 અને 68,323 દર્દીઓ સ્ટેબલ છે. સોમવારે 18 થી 45 વર્ષ સુધીના 98,745 વ્યક્તિઓને પ્રથમ ડોઝ , 45 વર્ષથી વધુ ઉંમરના 89,057 વ્યક્તિને પ્રથમ ડોઝ, 45 વર્ષથી વધુ ઉંમરના 18,730 વ્યક્તિને બીજો ડોઝ, 4386 હેલ્થ કેર વર્કસ અને ફંટ લાઈન વર્કસનો પ્રથમ ડોઝ, અને 6595ને બીજો ડોઝ મળી આજના દિવસમાં 2,17,513 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 1,56,01,373 વ્યકિતઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.

Most Popular

To Top