વડોદરા: ચાર વર્ષ પહેલા વાડી વિસ્તારમાં આવેલા ઘડિયાળી પોળ મા રહેતી સોળ વર્ષની સગીરાને બાવીસ વર્ષના યુવાને લગ્નની લાલચ આપી હતી અને ભગાડી ગયા બાદ સગીરાને માર મારી ને પાશવી બળાત્કાર ગુજાર્યો હતો જેના પગલે ગર્ભવતી બનેલી સગીરા નરાધમની ચુંગાલમાંથી છટકીને પરિવારની મદદથી વાડી પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી.
જે પોક્સો એકટ હેઠળ જઘન્ય બળાત્કારના ગુના નો કેસ અધિક સેશન્સ જજ બિ જી દવેની કોર્ટમાં ચાલી ગયો હતો. સરકાર તરફે ધારાશાસ્ત્રી એન યુ મકવાણાએ ધારદાર દલીલો કરી હતી. કેસની વિગત મુજબ સોળ વર્ષની સગીરાની માતાએ 2018મા વાડી પોલીસ મથકે પુત્રીના અપહરણની ફરીયાદ નોંધાવી હતી તેમાં જણાવ્યું હતુ કે તેમના પ્રથમ લગ્નના પતિ સાથે અણબનાવ બાદ છૂટાછેડા લઈને બીજા લગ્ન આંકલાવ જોષિકુવામાં કર્યા હતા. માતાએ બીજા લગ્ન કરતા અગાઉ ના પતિથી થયેલી પુત્રી તેની માતાના કહ્યામાં રહેતી ન હતી તેથી તેના નાના નાની સાથે કોલખાડીમાં રહેતી હતી. બનાવના દિવસે સવારે નવા કપડા પહેરીને બેઠી હતી તેની નાની નાહવા ગયા બાદ સગીરા ગુમ થઇ ગઇ હતી.
આશરે પાચ માસ બાદ પુત્રીની ભાળ મળી હતી. મહેશસિંહ ઉફેઁ શેટ્ટી ભૂપતસિંહ વાઘેલા (રહે: કલાવત ભાગ,ખેતરમાં, કંકાપુરા,તા:બોરસદ જી: આણંદ) સાથે ચાર માસથી પરીચય થયો હતો. તેણે લગ્ન ની લાલચ આપી હતી સોમા તળાવ થી બંને ફરાર થઈને પ્રેમીના ગામ કંકાપુરા આવ્યા હતાં જ્યા મહેશનો પરિવાર પણ હતો તેમ છતાં તમે સગીરા સાથે વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો આશરે પાંચ માસમાં અનેક વખત જોર જુલમ અને ધાક ધમકી આપીને સગીરા સાથે દુષ્કૃત્ય આચર્યું હતું જેના પરિણામે સગીરા ગર્ભવતી થઈ હતી.
મહેશના અત્યાચાર થી ત્રાહિમામ પોકારી ગયેલી સગીરા નાસી છૂટી હતી અને તેના પરિવારજનોને મળીને તમામ હકીકત જણાવી હતી અને પોલીસ સમક્ષ નિવેદન આપતા પોલીસે બળાત્કાર અને પોકસોની કલમનો ઉમેરો કર્યો હતો. જે કેસ ચાલી જતા ન્યાયાધીશ એ સાહેદો,પુરાવા અને મેડિકલ રિપોર્ટને ધ્યાને લઇને આરોપી ને તકસીરવાન ઠેરવ્યો હતો. અને બળાત્કારના ગુનામાં 10 વર્ષની કેદ તથા ૨૫૦૦ રૂપિયા દંડ ફટકાર્યો હતો તેમ જ ભોગ બનનાર પીડીતાને ચાર લાખ રૂપિયા વળતર પેટે ચૂકવવાનો પણ હુકમ કર્યો હતો.