નવી દિલ્હી: દેશમાં કોરોનાની બીજી લહેર (SECOND WAVE OF CORONA)ના કારણે આક્રોશ ફેલાયો છે. હાલમાં, કોરોના રસી (VACCINE) દ્વારા લોકોને સંક્રમણથી દૂર રાખવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ત્યારે બીજી તરફ મહારાષ્ટ્ર (MAHARASHTRA)ના ડો.અરુણ ભીસે દારૂ (ALCOHOL) પીને કોરોના દર્દીઓનો ઇલાજ કરવાનો એક વિચિત્ર દાવો કર્યો છે.
ડોક્ટર અરૂણ ભીસેના મતે કોરોના પોઝિટિવ (CORONA POSITIVE) મળ્યા પછી નજીકના બધા ડોક્ટરની સલાહ લેવી જોઈએ. ત્યારબાદ કોરોનાની તીવ્રતાને ધ્યાનમાં રાખીને ટાસ્ક ફોર્સ દ્વારા સૂચવવામાં આવેલી દવાઓ લેવી જોઈએ. તેણે કહ્યું કે, જે દિવસે તમારા મોંમાં સ્વાદ ન અનુભવાય અને ભૂખ ઓછી થવા લાગે છે. તે દિવસથી જે વસ્તુઓમાં 40%થી વધુ આલ્કોહોલ હોય તેવી વસ્તુઓ જેવી કે દારૂ, વોડકા (VODKA), બ્રાન્ડી (BRANDY) અથવા વ્હિસ્કી (WHISKEY) લેવી જોઈએ. દર્દીને 30 મિલી દારૂ અને 30 મિલી પાણી ભેળવીને આપવું જોઈએ. તેમણે કહ્યું કે, આ ટેકનીક દ્વારા તેમણે કોરોનાના 40થી 50 દર્દીઓ સાજા થઈ ચૂક્યા છે.
ડો.અરુણે કહ્યું કે, કોરોના વાયરસની ઉપરની પરત લિપિડની હોય છે. જે આલ્કોહોલના સંપર્ક દ્વારા નાશ પામે છે. આલ્કોહોલ પીધા પછી તે 30 સેકંડમાં લોહીની નળીઓ દ્વારા આખા શરીરમાં પહોંચે છે. આલ્કોહોલ હવાના સંપર્કમાં આવવાથી વાયુમાર્ગમાંથી બહાર નીકળી જાય છે. આ પ્રક્રિયા દરમિયાન, શરીરમાં હાજર કોરોના વાયરસ નિષ્ક્રિય થઈ જાય છે.
અગાઉ મહારાષ્ટના વિદર્ભ પ્રદેશના યવતમાલ જિલ્લામાં દારૂની તલપ લાગતા અને દારૂ નહીં મળતા આઠ દારૂડિયાઓ સેનેટાઇઝર પી ગયા હતા જેમાંથી સાત જણા સારવાર દરમ્યાન માર્યા ગયા હતા જ્યારે એકની હાલત હજી ગંભીર હોવાનું જણાવાય છે. મળતી માહિતી પ્રમાણે મહારાષ્ટ્રમાં હાલ લૉકડાઉન હોવાને કારણે શરાબની દુકાનો બંધ છે. એવું જણાવવામાં આવે છે કે શુક્રવારે મોડી રાત્રે યવતમાલના વણી ગામમાં ૮ ગ્રામીણોએ એક સાથે બેસીને સેનિટાઇઝર પીધું હતું. રાત્રે જ તેમની તબિયત બગડી ગઇ. તેમના કુટુંબીજનો તેમને હોસ્પિટલ લઇ ગયા જ્યાં સાતના મોત થઇ ગયા અને એકની હાલત ગંભીર છે. વણી પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે મૃતકો તમામ મજૂરો હતા.
તેમને દારૂ નહીં મળતા તેમણે સેનિટાઇઝર પી લીધું હતું. ૩નો પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યો હતો જ્યારે બાકીના મૃતકોના કુટુંબીજનોએ અધિકારીઓને જાણ કર્યા વિના જ અંતિમ સંસ્કાર કરી નાખ્યા. આ મામલે ડીએમએ તપાસનો આદેશ જારી કર્યો છે.