Dakshin Gujarat

કોંગ્રેસવાળા ભાજપમાં જાય છે એ સિલસિલો બદલવો પડશે :મુમતાઝ અહેમદ પટેલ

ભરૂચ : કોંગ્રેસના દિવંગત દિગ્ગજ નેતા અને ભરૂચના પનોતા પુત્ર સ્વ. અહેમદ પટેલની દીકરી મુમતાઝ પટેલે (Mumtaz Patel ) યોગ્ય સમય અને પ્લેટફોર્મ (platform)મળ્યેથી પિતાના પરોપકાર સિવાય બીજા વારસા (inheritance)એવા સક્રિય રાજનીતિમાં પ્રવેશવાના સ્પષ્ટ સંકેતો આપ્યા છે. ભવિષ્યમાં કોંગ્રેસમાં સક્રિય રહેશે તેમ પણ બુધવારે ભરૂચની મુલાકાત વખતે તેમણે જણાવ્યું હતું.

મુમતાઝ પટેલે ભરૂચ કોંગ્રેસ કાર્યાલયની મુલાકાત લીધી

મર્હુમ અહેમદ પટેલના દીકરી મુમતાઝ પટેલે બુધવારે ભરૂચ કોંગ્રેસ કાર્યાલયની મુલાકાત લીધી હતી. રાજનીતિમાં જોડાવા અંગે મીડિયાએ પૂછેલા સવાલમાં તેમણે જણાવ્યું હતું કે, ભવિષ્યમાં કોંગ્રેસમાં તે પણ ભરૂચમાં સક્રિય રહેવાનું કહ્યું હતું. વધુમાં તેમણે કહ્યું હતું કે, ‘પોલિટિક્સમાં પણ જરૂર સારૂ કામ કરીશ. અમે પિતા અહેમદભાઈના પોલિટિકલ વારસદાર નથી પણ રાજકારણમાં સારો મોકો મળ્યો તો જરૂર ભરૂચથી સક્રિય રહીશું.

કૉંગેસમાંથી લોકો સતત ભાજપમાં જોડાય છે

કોંગ્રેસમાંથી લોકો ભાજપમાં જાય છે, તેને પણ સમસ્યા ગણાવી આ સિલસીલાને બદલવો પડશે’ જો કે અગાઉ મુમતાઝ પટેલ કહી ચુક્યા છે કે તેઓ, સમુદાય અને રાષ્ટ્રીય નિર્માણનો ભાગ બનવા ઈચ્છે છે. તેમને લાગે છે કે તેમનો જન્મ તેના માટે થયો છે. તેઓ સક્રિય રાજકારણમાં જોડાવા માટે યોગ્ય સમય અને પ્લેટફોર્મની રાહ જોઈ રહ્યા છે.

પુત્રી પણ પિતાના નકશે કદમ ઉપર

જોકે તેમણે રાજકીય પક્ષમાં સીધા જોડાતા પહેલા પોતાના માટે મેદાન બનાવવા માટે સમાન વિચારધારા ધરાવતા લોકો સાથે વાત કરવાનું પણ શરૂ કર્યું છે. પિતા અહેમદ પટેલે પાછળ છોડેલા પરોપકારી વારસાને તે પ્રથમ પ્રાથમિકતા આપવા માંગે છે. હવે મુમતાઝ પટેલની સક્રિય રાજકારણમાં પ્રવેશવાની ગતિવિધિઓ વધુ તેજ બનતી હોવાના સ્પષ્ટ સંકેતો દેખાઈ રહ્યા છે. ભરૂચના સ્વ અહેમદ પટેલ કોંગ્રેસના તત્કાલિન અધ્યક્ષા સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર હતા અને કોંગ્રેસમાં તેમનો ભારે દબદબો હતો. હવે તેમની પુત્રી પણ પિતાના નકશે કદમ ઉપર ચાલીને આ વારસાને વધુ મજબૂત કરવા માગે છે

Most Popular

To Top