અમદાવાદ: કોરોનાની ( corona ) મહામારીએ રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે, ત્યારે ગુજરાતમાં રેમડેસિવિર ઇન્જેકશન ( remdesivie injection) ના મોટા પ્રમાણમાં કાળા બજાર અને કૌભાંડો બહાર આવ્યા છે. આ કેસની તપાસ સીબીઆઈ ( cbi) મારફતે કરાવવામાં આવે તેવી પ્રદેશ કોંગ્રેસે માંગ કરી છે.પ્રદેશ કોંગ્રેસ ( congress) પ્રવક્તા ડો. મનીષ દોશીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં મોટા પ્રમાણમાં રેમડેસિવિર ઈન્જેક્શનની કાળા બજારી, કૌભાંડ બહાર આવી રહ્યા છે. કોરોનાના બીજા વેવમાં માત્ર એક જ કંપનીએ ૯૦ હજારથી વધારે ઇન્જેક્શન ગુજરાતને આપ્યા છે, તો પછી આ ઇન્જેક્શનની અછત કેવી રીતે ઉભી થઇ ? શા માટે લોકોને ઇન્જેક્શન માટે લાઇનોમાં ઊભુ રહેવું પડ્યું ?. શું ફૂડ અને ડ્રગ વિભાગ પણ આ ઇંજેક્શનના કાળા બજારમાં સંડોવાયેલું છે ? આ સમગ્ર બાબતની તપાસ સીબીઆઈ મારફતે થવી જોઈએ.કોરોના મહામારીમાં જ્યાં લગભગ મોટાભાગના લોકો આ ભયાવહ ત્રાસદીના સમયમાંથી પસાર થઈ રહ્યાં છે, ત્યાં કેટલાક લોકો મોટા અપરાધ કરી રહ્યાં છે. ગુજરાતમાં નકલી રેમડેસિવિર ઈન્જેક્શન (Remdesivir) મોટી સંખ્યામાં જપ્ત કરાયા છે. નકલી ઈન્જેક્શન અમદાવાદ, આણંદ અને વડોદરા તથા સુરત વેચવામાં આવ્યા છે. નકલી ઈન્જેક્શનોને કાળાબજારી કરીને વેચવામાં આવ્યા હતા.
ડો. મનીષ દોશીએ વધુમાં કહ્યું હતું કે એક જ કંપનીએ ૯૦ હજાર કરતાં વધારે ઇન્જેક્શન ગુજરાતને આપ્યા છે. આ કંપનીએ વેબસાઈટ ઉપર યાદી જાહેર કરી લિસ્ટ પણ આપ્યું છે. શું આ ઇન્જેક્શન સંગ્રહખોરી થઈ ગઈ છે, કે પછી તેનું કાળા બજાર થયું છે. ભાજપ સરકારની અનગઢ નીતિના કારણે લોકો મોતના મુખમાં ધકેલાયા છે. શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં સ્થિતિ કફોડી બની છે. આ સ્થિતિ માટે ગુજરાત સરકારનું ગુનાહિત બેદરકારી જ કહેવાય.
ઝાયડસ કંપનીના અધિકારી તરીકે ઓળખ આપી રેમડેસિવિરની ડિલિવરી ઘરે જ મળી જશે, તેમ કહીને ઓનલાઇન પૈસા ટ્રાન્સફર કરાવી લોકો સાથે છેતરપિંડી કરતા શખ્સને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે મધ્યપ્રદેશથી ઝડપી પાડ્યો પોલીસે અભિષેક રમેશ ગૌતમ (ઉં.વ.28) (રહે., દભાવરા, રીવા, મધ્યપ્રદેશ)ની ધરપકડ કરી હતી.અમદાવાદ ક્રાઇમ બાન્ચે બે દિવસ પહેલા નકલી રેમડીવીસીર ઈન્જેક્શનનું નેટવર્ક ઝડપી પાડ્યું હતું. આ સાથે જ 8 વ્યક્તિઓની ધરપકડ કરાઈ હતી. પોલીસ તપાસમાં વધુ ચોંકાવનારી હકીકત સામે આવી હતી છે.
અમદાવાદ અને વડોદરા સિવાય અન્ય શહેરો સુધી રેમડેસિવિર ઈન્જેક્શનનું નેટવર્ક ફેલાયેલું છે. નકલી ઈન્જેક્શન બનાવીને લોકોને ઉંચી કિંમતે વેંચતા હોવાનો પર્દાફાશ થયો છે. પોલીસ તપાસમાં ખૂલ્યું કે, અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી હયાત હોટલના રૂમમાંથી રેમડેસિવિર ઈન્જેક્શનની હેરાફેરી થતી હતી. ક્રાઇમ બ્રાન્ચે ચાંદખેડા, સાબરમતી, પાલડી અને વડોદરાના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. સાથે જ 300 થી વધુ નકલી ઈન્જેક્શનનો જથ્થો પણ જપ્ત કરાયો હતો.