Comments

કોંગ્રેસ અને આપનો કોયડો

ટૂંકી રાજકીય કારકિર્દીમાં જ આમ આદમી પાર્ટી (AAP) ના વડા અરવિંદ કેજરીવાલે સરળતાથી વચન આપી પલટી જવાની આવડત કેળવી દેશના રાજકીય ફલક પર સૌથી ચબરાક નેતા છે તેમ સાબિત કરી દીધુ. લોક પાલ અને લોક આયુકત તેના સૌથી ઉત્તમ નમૂના છે. આટલુ જ નહીં રાજકારણમાં તેમના મિત્રો અને કથિત પ્રતિસ્પર્ધીઓ સાથે આગળ વધવાની કળામાં પણ નિપુણતા મેળવી લીધી છે.

તેમણે બિન-ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રી અને વરિષ્ઠ વિપક્ષી નેતાઓ સાથે વ્યક્તિગત રીતે મૈત્રીપૂર્ણ સંપર્ક સાધવા અને AAP સરકારની સત્તાઓ છિનવી લેનારા વટહુકમને બદલવા માટેના બિલને સંસદમાં અટકવા સમર્થન મેળવવા સાથે હાથમાં એક મોટું મિશન લઈ દેશભરમાં પ્રવાસ કર્યો હતો. તે મિશન સારી રીતે પાર પાડી રહ્યા છે. ઉપરા-છાપરી પ્રવાસની આડમાં તેમની નજર વિપક્ષી એકતાની જૂથબંધીમાં 2024ની લોકસભા ચૂંટણીમાં પોતાનું સ્થાન બનાવવા માટે છે.

તેણે વટહુકમનાં પડદા હેઠળ પોતાનું અસલ મિશન આવરી લીધું પરંતુ આ મિશન શરૂ કરે તે પહેલા તેણે માનસિક તૈયારી કરી લીધી હતી. આ બિલને રોકવાનું મિશન વિપક્ષી એકતા માટે યોગ્ય તક પૂરી પાડશે જેના માટે કોંગ્રેસનાં સમર્થન માટે કોંગ્રેસ અધ્યક્ષ મલિકાર્જુન ખડગે તેમજ ભૂતપૂર્વ સાંસદ રાહુલ ગાંધીને મળવા માટે તેમણે એપોઈન્ટમેન્ટ માંગી હતી.
જોકે ‘રાજકારણમાં કોઈ કાયમી મિત્રો કે દુશ્મનો હોતા નથી’પરંતુ કેટલાક સમયમાં દિલ્હી સિવાય ગુજરાત, ગોવા અને પંજાબ જેવા રાજ્યોમાં જે જોવા મળ્યુ ત્યાર બાદ કેજરીવાલની રાજનીતિને આ કહેવતની બહાર મૂકી શકાય.

જ્યાં AAPની હાજરીએ ભાજપને સીધી મદદ કરી હતી. સવાલ એ થાય છે કે શું કેજરીવાલે આ રાજ્યની વિધાનસભા ચૂંટણીઓમાં ગઠબંધન માટે પ્રયાસ કર્યા હતા? તો, સંસદમાં બિલને અટકાવવા માટે અચાનક કોંગ્રેસનું સમર્થન મેળવવાની જરૂર કેમ પડી? રસપ્રદ વાત એ છે કે, વટહુકમ મુદ્દે કોંગ્રેસના સમર્થનને વિપક્ષી એકતા સાથે સીધો સંબંધ ધરાવતી વાર્તા ઘડવામાં આવી રહી છે. જે કોંગ્રેસ પર જવાબદારીનો ઢગલો કરી રહ્યા છે. કેજરીવાલ અને સમાન વિચારધારાવાળા નેતાઓ દ્વારા એવી છાપ ઊભી કરવાની કોશિશ કરવામાં આવી છે કે જેઓ કોંગ્રેસના વિરોધી છે અથવા ત્યાગ કરવા તૈયાર નથી અને સત્તા ભોગવે છે.

AAP એ પહેલાથી જ જાહેર કર્યું છે કે તે તમામ આગામી વિધાનસભા અને પાલિકાની ચૂંટણી લડશે એવા રાજ્યોમાં પણ જ્યાં ગઠબંધન વગર તેમની હાજરી શક્ય નથી. આગામી વિધાનસભાની ચૂંટણીના બે રાજ્યો છત્તીસગઢ અને રાજસ્થાનમાં કોંગ્રેસનું શાસન છે અને ત્રીજા મહત્વના રાજ્ય મધ્યપ્રદેશમાં AAP તેના(કોંગ્રેસ) મત કાપવાને કારણે પાર્ટી પાતળી બહુમતી મેળવી શકી, ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં પણ આ જ ઘટનાનું પુનરાવર્તન થયું. વધારેમાં પક્ષપલટાથી કોંગ્રેસ ખરાબ રીતે હાર્યું. આખરે તો ભાજપને સરકાર બનાવવામાં મદદ જ કરી.

આ સિવાય, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના સુપ્રિમો મમતા બેનર્જીએ કર્ણાટકમાં કોંગ્રેસની ઝળહળતી જીત પર તરત જ પ્રતિક્રિયા આપતા કોંગ્રેસને પશ્ચિમ બંગાળને તેમના પર છોડી દેવાનો વિચાર રજૂ કર્યો. જાતે જ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધી હરીફાઈ વાળી 200 લોકસભા બેઠકો નક્કી કરી. કૉંગ્રેસ અને અન્ય વિપક્ષ શાસિત રાજ્યોની ભાગીદારીવાળી ગઠબંધન સરકાર માટે બેઠકોના મુદ્દાને નક્કી કરવાનું કૉંગ્રેસ પર છોડી દીધું.

AAPના આવનારી તમામ ચૂંટણીઓ લડવાના જાહેર કરેલા ઇરાદા સાથે AAP શાસિત દિલ્હી અને પંજાબ જેવા રાજ્યો અને અન્ય જગ્યાએ જ્યાં કોંગ્રેસ મજબૂત સ્થિતિમાં છે ત્યાં તેઓ કોંગ્રેસ સાથે કેવી રીતે વ્યવહાર કરશે કેજરીવાલનું એ વલણ જાણવું રોચક રહેશે. અહીં શરૂ થાય છે કોંગ્રેસ-AAPનો કોયડો. શું કોંગ્રેસે વિપક્ષી એકતાના નામે વટહુકમ વિરોધ મુદ્દે કેજરીવાલ સાથે બિનશરતી જોડાઈ જવું જોઈએ? કે પછી કર્ણાટકની જીત બાદ પાર્ટીએ તેના અન્ય વિકલ્પો પર વિચાર કરવો જોઈએ અને વિપક્ષી એકતા માટે યોગ્ય સમયની રાહ જોવી?

ભાજપ પછી ભારતભરમાં હાજરી ધરાવતો કોંગ્રેસ એકમાત્ર રાષ્ટ્રીય પક્ષ છે, તેને સાથી વિપક્ષી દ્વારા પોતાને નબળી પાડવાનું પરવડે તેમ નથી. કોંગ્રેસને 200 બેઠકો સુધી મર્યાદિત રાખવાની અને પશ્ચિમ બંગાળ વિના બાકીની 300 બેઠકોને છોડી દેવાની મમતાની દરખાસ્ત અને કેજરીવાલના કમિટમેન્ટ વગર વિપક્ષી એકતાના માર્ગને સરળને બદલે જટિલ બનાવે છે.
કેજરીવાલ પોતાના રાજકીય હિતોને સાચવવા અને કારકીર્દી વધારવા, મમતા બેનર્જી અને અન્ય નેતોઓની જેમ અધિકારોને સારી રીતે જાણે છે. જ્યારે કોંગ્રેસની વાત આવે છે ત્યારે તેઓ એક અલગ ફૂટપટ્ટીનો ઉપયોગ કરે છે જે કોંગ્રેસના બદલે પોતાને ઠોકર ખાનાર દેખાડે છે.

આ પૃષ્ઠભૂમિમાં AAP વડા રાજ્ય દર રાજ્ય વટહુકમ સામે સમર્થન મેળવવા ફરી રહ્યા છે અને તે જ રાગમાં વિપક્ષી એકતાનો આલાપ કરે છે તે શંકા પેદા કરે છે. પરિણામ એ આવ્યું કે કૉંગ્રેસના દિલ્હી અને પંજાબના નેતાઓ હાઈકમાન્ડ પાસે કેજરીવાલ સાથે કોઈ ચર્ચા ન કરવા વિનંતી કરતા દોડી આવ્યા. તેમને પાર્ટી માટે આ નુકસાનરક થશે તેમ લાગ્યું.
કોયડો ઉકેલવાની જવાબદારી કોંગ્રેસને બદલે AAP પર છે. પાર્ટીએ હમણાં જ રાષ્ટ્રીય દરજ્જો મેળવ્યો છે પરંતુ હકીકત એ છે કે કોંગ્રેસ પાસે બહોળી પહોંચ છે અને હાલની યોજના હેઠળ AAP તેને વિસ્તારવા કોંગ્રેસને નબળી પાડવા માંગે છે. વિપક્ષી એકતા પર વિસ્તૃત નજર કરતા એકબીજાને તોડવાને બદલે સમાયોજનની જરૂર પડશે. રાજકારણમાં દરેકની એક કિંમત ચૂકવવી પડે છે. કેજરીવાલે વટહુકમ મુદ્દે સમર્થનની કિંમત ચૂકવવી જોઈએ નહીં તો વિપક્ષી એકતાથી અલગ પડવું જોઈએ. જે રીતે તેણે લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓને અલગ કરી હતી. ઉપાય એ હોવો જોઈએ કે એકબીજાના મુદ્દા અને મજબૂત ક્ષેત્રોને નબળા પાડવાને બદલે પ્રામાણિકપણે તેને સ્વીકારો.

મે 19 ના રોજ કેન્દ્ર સરકારે એક વટહુકમ બહાર પાડ્યો હતો, ગવર્નમેન્ટ ઓફ નેશનલ કેપિટલ ટેરિટરી ઓફ દિલ્હી (GNCTD) (સુધારો) વટહુકમ, 2023. આ હેઠળ મુખ્યમંત્રી અને બે IAS અધિકારીઓની આગેવાની હેઠળ, રાજધાનીમાં અમલદારોની બદલી અને પોસ્ટિંગ સંબંધિત તમામ બાબતોને બહુમતી મત દ્વારા નક્કી કરવા માટે એક નવી વૈધાનિક સત્તા- નેશનલ કેપિટલ સિવિલ સર્વિસીસ ઓથોરિટી (NCCSA)- બનાવવામાં આવી છે.

દિલ્હી, રાજધાની હોવાને કારણે, વર્તમાન બંધારણીય યોજના હેઠળ વિધાનસભા હોવા છતાં તે પૂર્ણ રાજ્ય નથી. કેજરીવાલે અગાઉ પૂર્ણ રાજ્યનો દરજ્જો મેળવવાની માગણી ઉઠાવી હતી અને હવે વટહુકમ વિવાદે તેમને રાષ્ટ્રીય ફલક પર રાજકારણ રમવાની તક આપી છે. દિલ્હીમાં 2013માં કેજરીવાલની આગેવાની હેઠળ પહેલી વાર ચૂંટણી લડનાર AAPને બહુમતી મળી ન હતી. પણ જલ્દી જ તે પાંચ વર્ષ પછી બીજી ટર્મ પણ જીતી અદભૂત સફળતા સાથે પાછા ફર્યા
તો આ છે કેજરીવાલની મહત્વાકાંક્ષાઓનું મર્મ.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top