સુરત શહેર સહિત સમસ્ત દક્ષિણ ગુજરાતના નર્સિંગ ક્ષેત્રે સંકળાયેલા બ્રધર, સિસ્ટર તેમજ સ્ટુડન્ટસ સહિત ટીચર્સ આલમમાં આજે ખુશીને લહેર ફરી વળી છે.આ અંગે માહિતી આપતા ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઇકબાલ કડીવાલાએ કહ્યું હતું કે, વર્ષોથી યુનિ. પાસે આ માટે અલાયદા બોર્ડની માંગણી કરાતી હતી.
પરંતુ અત્યાર સુધી આ નર્સિંગ બોર્ડ એડહોક ધોરણે ચાલતું હતું. આ અંગે નર્સિંગ કાઉન્સિલ તરફથી અવારનવાર માંગણી કરાતી હતી. જે આજે નવી એજયુકેશન પોલિસી માટે મળેલી ખાસ સેનેટ સભામાં ફળદાયી નિવડી છે. મેડિસીન ફેક્લ્ટીના સેનેટ સભ્ય ડો.વિપુલ ચૌધરીએ સેનેટ સભામાં નસિગના નવા બોર્ડ માટે પ્રસ્તાવ રજૂ કર્યો હતો.
જે સવાર્નુમતે સ્વિકાર થયો હતો. નર્સિંગ બોર્ડને વિધીવત સ્વરૂપ મળતા હવે યુનિ.ના અલગ અલગ અધિકાર મંડળો તેમજ ચૂંટણી વિષયક બાબતોમાં પણ નર્સિંગને સ્થાન મળશે. યુનિ.ના કુલપતિ ડો.કે.એન.ચાવડાએ આ બાબતે પોઝીટીવ અભિગમ દાખવતા નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઇકબાલ કડીવાલાએ અભિનંદન પાઠવ્યા છે.