Vadodara

બ્રિજનું કામ જલ્દી પૂર્ણ કરો : મ્યુનિ.કમિશનર

વડોદરા : વડોદરા મહાનગર પાલિકા દ્વારા શહેરમાં સૌથી મોટા બ્રીજની સુરતના મ્યુ. કમિશ્નર હવે વડોદરાના મ્યુ. કમિશ્નર તરીકે બદલી થતા જ ગઈ કાલે તેમને વિધિવત રીતે વડોદરા મ્યુ. કમિશનરનો ચાર્જલીધો હતો ત્યારે આજ  રોજ તેમને વડોદરાનો  સૌથી મોટા બનતા બ્રિજની  મુલાકાત લીધી હતી. જયારે મુલાકાત બાદ બ્રિજની બાકી રહેલી કામગીરી તેમજ ફિનિશિંગ નું કાર્ય જેમ બને તેમ જલ્દી પૂર્ણ કરવા સૂચના આપી હતી

વડોદરા મહાનગર પાલિકા  દ્વારા ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધી 3.5 કિલોમીટર સૌથી લાંબા ફોરલેન ફ્લાય ઓવર બ્રિજની કામગીરી છેલ્લા પાંચ વર્ષથી ગોકળ ગતિએ  ચાલી રહી છે ત્યારે  બ્રિજનું કામ હજી પૂર્ણ નહીં થતાં પાલિકામાં નવ નિયુક્ત કમિનરએ આજરોજ પાલિકાના સ્ટેન્ડિંગ સમિતિના અધ્યક્ષ ,બ્રિજ પ્રોજેક્ટના કાર્યપાલક ઇજનેર વગેરે સાથે સ્થળનું નિરીક્ષણ કર્યું હતું અને બ્રિજની બાકી રહેલી કામગીરી તેમજ ફિનિશિંગ નું કાર્ય જેમ બને તેમ જલ્દી પૂર્ણ કરવા સૂચનાઓ આપવામાં આવી  હતી. 

પાલિકા દ્વારા તો મોટી મોટી ગૂલબાંગો પોકારી હતી કે આ બ્રિજની કામગીરી વહેલી તકે  પૂરી થશે તેમ જણાવ્યું હતું. જોકે આમ તો આ બ્રિજનું કામ નવેમ્બર 2020 માં પૂરું થવાનું હતું, પરંતુ હજી પણ ચાલુ છે. બ્રિજની કામગીરી બે વર્ષમાં વિલંબમાં પડી છે, જેમાં નાણાંકીય ભંડોળની તકલીફ, કોવિડ કાળ, ફ્લાય ઓવર બ્રિજના એલાઈમેન્ટમાં સર્વિસ લાઈનના નેટવર્કના કારણો મુખ્ય છે. ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધીના  ઓવરબ્રિજનો પ્રોજેક્ટ 2017માં ક્લિયર કરાયો હતો, પરંતુ ત્યારથી કામગીરી હજી અધુરી છે.

કામગીરી શરૂ કરી દીધા બાદ નાણાકીય ભીડ પડતા પેમેન્ટના પ્રશ્નો ઊભા થયા હતા. વર્ષ 2017 માં આ પ્રોજેક્ટની કામગીરી શરૂ કરાઈ હતી. આશરે 230 કરોડના ખર્ચ સાથે તૈયાર થતાં આ બ્રિજ માટે લોકોને લાંબો સમય રાહ જોવી પડી છે. જોકે કોર્પોરેશન દ્વારા તાજેતરમાં મલ્હાર જંકશન ખાતે બ્રિજના અપડાઉનના મુખ્ય બ્રિજના બંને તરફના 40 મીટરના સ્પાનની કામગીરી સંદર્ભે રોડ બંધ કરવા સાથે ડાયવર્ઝન લીધું હતું. ગયા મહિને બ્રિજની 85% કામગીરી પૂરી થઈ ચૂકી હતી. 

હાલમાં મનીષા ચોકડી થી રોકસ્ટાર સર્કલ અને ટ્રાયડન્ટ સુધી ડામર, માસકોટ અને  ફિનિશિંગ નું કાર્ય પૂર્ણ થયું છે, જ્યારે ગેંડા સર્કલ થી ટ્રાયડન્ટ ફિનિશિંગ કાર્ય બાકી છે.  બ્રિજ નીચે યુટીલીટી સર્વિસ, પે એન્ડ પાર્ક, ઈ-ચાર્જિંગ, બ્યુટીફીકેશન વગેરે કાર્ય સ્ટેપ બાય સ્ટેપ  હાથ ધરાશે. બ્રિજ શરૂ થતા હજુ એક બે મહિના નીકળી જશે તેમ લાગે છે. જોકે કોન્ટ્રાક્ટર દ્વારા આ બ્રિજની કામગીરી સૌથી ધીમી ગોકળ ગતિએ ચાલી રહી છે. આ બ્રિજનું કામ પૂર્ણ થતા હજુ ૨ થી ૩ મહિના સુધીનો સમય લાગશે જયારે શાહેરીજનોને હજુ પણ ૨ થી ૩ મહિના સુધી સમસ્યાનો સામનો કરવો પડશે.

Most Popular

To Top